ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકર કહે છે કે ‘ભારતીય ટીમ ધીમે-ધીમે નિષ્ણાત ખેલાડીઓથી દૂર જઈ રહી છે. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં આ અભિગમ લાંબા સમયથી સફળ રહ્યો નથી
સંજય માંજરેકર, વૉશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકર કહે છે કે ‘ભારતીય ટીમ ધીમે-ધીમે નિષ્ણાત ખેલાડીઓથી દૂર જઈ રહી છે. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં આ અભિગમ લાંબા સમયથી સફળ રહ્યો નથી. રવીન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપવું એ સમજી શકાય એવું છે, પરંતુ વૉશિંગ્ટન સુંદર અને નીતીશ કુમાર રેડ્ડી જેવા પ્લેયર્સને પ્રાધાન્ય આપવું યોગ્ય નહોતું. ટીમે શુદ્ધ બૅટર અને બોલર્સને પ્રાથમિકતા આપવી જોઈએ. ભલે ગૌતમ ગંભીરની વિચારધારા અલગ હોય, પણ રોહિત શર્માએ ટીમ નક્કી કરવા મુદ્દે દખલ કરવી જોઈએ. તેમણે હવે થોભવું જોઈએ અને તેમની વ્યૂહરચના વિશે વિચારવું જોઈએ. ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ સ્પેશ્યલિસ્ટ પ્લેયર્સને તક આપવાના પક્ષમાં હતો.’