ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ઑસ્ટ્રેલિયા રવાના થતાં પહેલા પ્રેસ કૉન્ફ્રેન્સ કરી જેના પછી સંજય માંજરેકરે તેમને લઈને વિવાદિત ટ્વીટ કર્યું છે. સંજય માંજરેકર પ્રમાણે બીસીસીઆઈને તેમણે પ્રેસ કૉન્ફ્રેન્સ માટે મોકલવા જોઈએ જ નહીં.
ગૌતમ ગંભીર (ફાઈલ તસવીર)
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ઑસ્ટ્રેલિયા રવાના થતાં પહેલા પ્રેસ કૉન્ફ્રેન્સ કરી જેના પછી સંજય માંજરેકરે તેમને લઈને વિવાદિત ટ્વીટ કર્યું છે. સંજય માંજરેકર પ્રમાણે બીસીસીઆઈને તેમણે પ્રેસ કૉન્ફ્રેન્સ માટે મોકલવા જોઈએ જ નહીં.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવાના થતા પહેલા મીડિયાને સંબોધિત કર્યું. જેમાં તેણે ટીમ ઈન્ડિયા, રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિચારસરણી પર ઘણા મોટા નિવેદન આપ્યા હતા. તેણે કેએલ રાહુલના ફોર્મ પર પણ કંઈક મહત્વનું કહ્યું. પરંતુ ગૌતમ ગંભીરની આ પ્રેસ કૉન્ફરન્સ બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરે એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે. સંજય માંજરેકરે તો ત્યાં સુધી કહ્યું કે ગૌતમ ગંભીરને વાત નથી આવડતી, તેની જગ્યાએ રોહિત કે અગરકરને આ કામ માટે મોકલવા જોઈએ.
ADVERTISEMENT
સંજય માંજરેકરનું વિવાદાસ્પદ ટ્વીટ
સંજય માંજરેકરે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તરત જ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠાવ્યા હતા. માંજરેકરે ટ્વીટ કરીને લખ્યું, `ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સ જોઈ. ગૌતમ ગંભીરને આવી ફરજોથી દૂર રાખવો એ બીસીસીઆઈ માટે યોગ્ય નિર્ણય હશે. તેમને પડદા પાછળ જ કામ કરવા દો. તેની (ગંભીર) પાસે ન તો તેમની સાથે વાત કરવા માટે યોગ્ય શબ્દો છે કે ન તો યોગ્ય રીતભાત. રોહિત અને અગરકર મીડિયા સાથે વાત કરવા યોગ્ય છે.
ગૌતમ ગંભીર છે નિશાના પર
સંજય માંજરેકરે જે રીતે ગૌતમ ગંભીર પર ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા છે તેના પરથી લાગે છે કે વિવાદ થશે. માંજરેકર ઘણીવાર સોશિયલ મીડિયા પર આવી વાતો કરે છે. આ પહેલા તેણે રવીન્દ્ર જાડેજા પર પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. હવે તેણે ગૌતમ ગંભીરની ટીકા કરી છે. ગૌતમ ગંભીર હાલમાં નિશાના પર છે કારણ કે તેના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ તેના જ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી 0-3થી ગુમાવી હતી. ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન આવું જ રહ્યું હતું. હવે ગૌતમ ગંભીર બોર્ડર-ગાવસ્કર સિરીઝનો સામનો કરી રહ્યો છે, જ્યાં જો પરિણામ ટીમ ઈન્ડિયાની તરફેણમાં નહીં આવે તો તેની આડ અસર ગૌતમ ગંભીર પર પડી શકે છે.
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમને તાજેતરમાં ન્યુઝીલૅન્ડ (Gautam Gambhir can be removed as Team India’s Head Coach) સામેની ટૅસ્ટ સિરીઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે 24 વર્ષ બાદ ઘરઆંગણે ટૅસ્ટ સિરીઝમાં સ્વિપ કર્યું હતું. આ પહેલા વર્ષ 2000માં તેને દક્ષિણ આફ્રિકાના હાથે બે મૅચની સિરીઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં તે 22 નવેમ્બરથી યજમાન ટીમ સામે પાંચ મૅચની ટૅસ્ટ સિરીઝ રમશે. વર્લ્ડ ટૅસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ પણ આ ટૅસ્ટ સિરીઝ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વની હશે. જો ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામેની ટૅસ્ટ સિરીઝ 4-0થી જીતી લે છે તો તે ચોક્કસપણે ફાઈનલમાં પહોંચી જશે. જોકે, આ કરવું સરળ રહેશે નહીં. ઑસ્ટ્રેલિયાને હરાવવા માટે ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.