Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સચિન તેંડુલકરની સુરક્ષામાં તહેનાત સિક્યોરિટી ગાર્ડે કર્યો આપઘાત, જાણો શું છે મામલો

સચિન તેંડુલકરની સુરક્ષામાં તહેનાત સિક્યોરિટી ગાર્ડે કર્યો આપઘાત, જાણો શું છે મામલો

Published : 15 May, 2024 05:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sachin Tendulkar security guard Suicide: આ ઘટના પ્રકાશ કાપડેના જામનેરના ઘરે સવારે 1:30 વાગ્યાની આસપાસ બની હતી.

સચિન તેન્ડુલકર (ફાઇલ તસવીર)

સચિન તેન્ડુલકર (ફાઇલ તસવીર)


ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરના સિક્યોરિટી ગાર્ડે (Sachin Tendulkar security guard Suicide) આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)નો આ જવાન ક્રિકેટર સચિન તેંડુલકરની સુરક્ષા ટીમ સાથે જોડાયેલા હતા. આ એસઆરપીએફ જવાને જામનેર શહેરમાં કથિત રીતે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સચિન તેન્ડુલકની સુરક્ષા ટીમના જે એસઆરપીએફ જવાને આત્મહત્યા કરી છે તેમની ઓળખ પ્રકાશ કાપડે તરીકે કરવામાં આવી છે. પ્રકાશ કાપડે તેમના ઘરે રજા લઈને ગયા હયા,હતા, જ્યાં તેમણે આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે.
આ ઘટનાની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે 39 વર્ષના પ્રકાશ કાપડેએ પોતાની જ સર્વિસ ગનથી પોતાને ગોળી મારી હતી, અને તેમના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા, તેમની પત્ની અને બે નાના બાળકો, અને એક ભાઈ આમ કુલ છ સભ્યો છે. આ અંગે જામનેર પોલીસ સ્ટેશનના (Sachin Tendulkar security guard Suicide) વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કિરણ શિંદેએ જણાવ્યું હતું કે આ ઘટના પ્રકાશ કાપડેના જામનેરના ઘરે સવારે 1:30 વાગ્યાની આસપાસ બની હતી. જો કે એસઆરપીએફ જવાનની કથિત આત્મહત્યા પાછળના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં અમુક વ્યક્તિગત (Sachin Tendulkar security guard Suicide) કારણોસર કાપડેએ આવું પગલું ભર્યું હોઈ શકે છે, પરંતુ આ મામલે તપાસની સંપૂર્ણ વિગતો માટે રાહ જોઈ રહ્યા છીએ, અને આ મામલે વધુ કોઈ કારણ સામે આવે છે કે નહીં તે બાબત નક્કી થયા પછી જ કોઈ નિર્માણ લેવામાં આવશે, એવું વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કિરણ શિંદેએ કહ્યું હતું.
મૃતક કાપડેના મૃતદેહને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ (Sachin Tendulkar security guard Suicide) માટે મોકલવામાં આવ્યો છે અને જામનેર પોલીસ દ્વારા તેમના પરિવારના સભ્યો, સહકર્મીઓ અને અન્ય પરિચિત વ્યક્તિઓ સાથે પૂછપરછ કરીને વધુ કરવાનું શરૂ કર્યું છે. હાલમાં પ્રકાશ કાપડેના આપઘાતને આકસ્મિક મૃત્યુ તરીકેનો જ અહેવાલ આપવામાં આવ્યો છે. એસઆરપીએફ જવાનની આત્મહત્યાનો કેસ SRPF દ્વારા સ્વતંત્ર રીતે પણ તપાસ કરવામાં આવે એવી શક્યતા છે તેમ જ આ કેસ VVIP ક્રિકેટર સચિન તેંડુલકરના સુરક્ષા અધિકારીનો છે જેથી આ કેસની ઉચ્ચ સ્તરીય તપાસ થાય, એવી માહિતી સૂત્રોએ આપી હતી. સચિન તેન્ડુલકરના સિક્યોરિટી ટીમમાં સામેલ ગાર્ડે આત્મહત્યા કરી હોવાની બાબતે હજુ સુધી સચિને કોઈપણ જાહેરાત કે માહિતી આપી હતી, તેમ જ આ સિક્યોરિટી ગાર્ડે આ આપઘાત શા માટે કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 05:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK