યુવા ડૉક્ટરોને સ્પોર્ટ્સ ઇન્જરી વિશે સમજવામાં મદદ કરી તેન્ડુલકરે
સચિન તેન્ડુલકર
માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર વારંવાર લોકોને મદદ કરતો જોવા મળે છે. આ વખતે તે એક વેબિનાર દ્વારા યુવા ડૉક્ટરોને સ્પોર્ટ્સ ઇન્જરી વિશે સમજાવતો જોવા મળ્યો હતો.
ઑર્થોપેડિશ્યન સુધીર વૉરિયર દ્વારા સચિનને ખબર પડી કે દેશના ઘણા યુવા ડૉક્ટરો આ લૉકડાઉનના સમયમાં વેબિનાર દ્વારા પોતાનું નૉલેજ વિવિધ વિષયો પર વધારી રહ્યા છે અને હવે પછીનું સ્ટેશન સ્પોર્ટ્સ ઇન્જરી પર યોજાવાનું હતું. આ ઑનલાઇન સેશનમાં પ્લેયરોને થતી ઈજા, તેમની ટ્રીટમેન્ટ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. દેશમાંથી અંદાજે ૧૨,૦૦૦ ડૉક્ટરોએ આ વેબિનારમાં ભાગ લીધો હતો. સચિને ડૉક્ટરનો આભાર માનીને સ્પોર્ટ્સમૅનને થતી ઈજા વિશે વિગતવાર જાણકારી આપી હતી અને પોતાના અનુભવ શૅર કર્યા હતા.