Sachin Railway Station: સુનીલ ગાવસ્કરે તેઓનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેઓ એક રેલવે સ્ટેશન પર ઊભા છે. અને આ રેલવે સ્ટેશનનું નામ ‘સચિન’ એમ લખેલું દેખાઈ રહ્યું છે.
સુનિલ ગાવસ્કરે શૅર કરેલી પોસ્ટ અને સચિન તેંડુલકરની ફાઇલ તસવીર
અનેક રેલવે સ્ટેશનોના નામ સાવ જુદા જ પ્રકારના હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં સચિન નામનું રેલવે સ્ટેશન (Sachin Railway Station) પણ આવેલું છે. પૂર્વ ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે તેઓનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેઓ એક રેલવે સ્ટેશન પર ઊભા છે. અને આ રેલવે સ્ટેશનનું નામ ‘સચિન’ (Sachin Railway Station) એમ લખેલું દેખાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ રેલવે સ્ટેશનનું નામ ક્રિકેટર સચિન તેંડુલકરના નામની યાદ અપાવે છે. એટલા માટે જ ગાવસ્કરે આ પોસ્ટ શૅર કરી છે.
આ સાથે તેઓએ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પણ યાદ કર્યો છે. વાસ્તવમાં, ગાવસ્કરે આ પોસ્ટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કરી છે. એટલું જ નહીં ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ આ પોસ્ટ પર પોતાની ટિપ્પણી કરી છે. આ પોસ્ટ જોયા બાદ ચાહકો પણ જુદા-જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ADVERTISEMENT
સચિન તેંડુલકરે આ પોસ્ટ પર શું ટિપ્પણી કરી?
ટીમ ઈન્ડિયા માટે 2 દાયકાથી વધુ સમયથી ક્રિકેટ રમનાર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે આ પોસ્ટ પર ટિપ્પણી કરી છે. કોમેન્ટ કરતાં તેણે લખ્યું હતું કે, `તમારા આ શબ્દો મારે માટે બહુ જ મોટી વાત છે. ગાવસ્કર સર! મને એ જાણીને આનંદ થયો કે સચિનનું હવામાન સુખદ છે.’ તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યુઝર્સ પણ ગાવસ્કરની આ પોસ્ટ પર ઘણી રસપ્રદ ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વેલકમ ટુ સચિન, સર’
સુનિલ ગાવસ્કરે પોસ્ટ સાથે શું લખ્યું?
View this post on Instagram
તેઓએ ઈન્સ્ટાગ્રામ પર `સચિન` રેલવે સ્ટેશન (Sachin Railway Station) પરથી પોતાનો ફોટો પોસ્ટ કરતાં લખ્યું હતું કે, "પાછલી પેઢીના એ લોકોએ સુરત નજીકના રેલવે સ્ટેશનનું નામ ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એક અને મારા પ્રિય ક્રિકેટર પર રાખ્યું છે. સૌથી અગત્યની બાબત એ છે કે મારા પ્રિય વ્યક્તિના નામ પર રેલવે સ્ટેશનનું નામ રાખવાની તેમની દૂરંદેશીને સલામ”
જ્યારથી આ પોસ્ટ (Sachin Railway Station)ને શૅર કરવામાં આવી છે. ત્યારથી આ પોસ્ટને ઝડપથી લોકપ્રિયતા મળી રહી છે. એટલું જ નહીં તેને ઘણી લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ પણ મળી રહી છે. એક યુઝરે તો જૂન યુગના સૌથી જૂના રાજકુમારો પૈકીના એક તરીકે સચિનના ઐતિહાસિક મહત્વની નોંધ લીધી તો કોઈ લોકો ક્રિકેટના આઇકોન માટે તેમનો આદર વ્યક્ત કરી રહ્યા છે.
આ પોસ્ટ કરનાર સુનીલ ગાવસ્કરની ગણતરી માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓપનરોમાં થાય છે. ગાવસ્કરે હેલ્મેટ વિના માઈકલ હોલ્ડિંગ, કોલિન ક્રોફ્ટ, એન્ડી રોબર્ટ્સ, ડેનિસ લિલી, જેફ થોમસન, ઈમરાન ખાન અને માલ્કમ માર્શલ જેવા શ્રેષ્ઠ ઝડપી બોલરોનો સામનો કર્યો હતો.