જ્યારે અમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હોઈએ ત્યારે અમારી પાસે કોચ હોય છે, પરંતુ જો મને મારી બૅટિંગમાં કોઈ ટેક્નિકલ સમસ્યા હોય તો સચિનની જ સલાહ લેતો
યુવરાજ સિંહ
સચિન મારો લાઇફનો કોચ ઃ યુવરાજ
સચિન તેન્ડુલકર આજે ૫૦ વર્ષનો થશે. દરમ્યાન ઇંગ્લૅન્ડમાં રજા માણવા ગયેલા યુવરાજ સિંહે કહ્યું હતું કે ‘જ્યારે અમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હોઈએ ત્યારે અમારી પાસે કોચ હોય છે, પરંતુ જો મને મારી બૅટિંગમાં કોઈ ટેક્નિકલ સમસ્યા હોય તો સચિનની જ સલાહ લેતો. એમણે હંમેશાં એનો ઉકેલ બતાવ્યો હતો. જ્યારે મને મારા જીવનમાં કોઈ વ્યક્તિગત સંકટ કે સમસ્યા થતી તો પાજી (તેન્ડુલકર) પહેલી વ્યક્તિ હોય જેની પાસે હું
સલાહ લેતો.’
ADVERTISEMENT
ગોલ્ડન સેલ્ફી
ક્રિકેટના ગૉડ સચિન તેન્ડુલકર આવતી કાલે ૫૦ વર્ષ પૂરા કર્યાં હોવાથી ગઈ કાલે વાનખેડેમાં ચાહકો માટે એક ખાસ સેલ્ફી પૉઇન્ટ બનાવવામાં આવ્યો હતો. દિનેશ સાવલિયા
અનોખા ચાહકો
ગઈ કાલે વાનખેડેમાં મુંબઈ અને પંજાબના રેગ્યુલર કૅપ્ટનો રોહિત શર્મા અને શિખર ધવનના ચાહકોએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. રોહિતના ચાહકે આખું શરીર મુંબઈ ઇન્ડિયન્સના બ્લુ કલરમાં રંગીને પેટ પર એમઆઇ રોહિત સાથે તેના ટી-શર્ટનો નંબર ૪૫ લખ્યો હતો. જ્યારે ધવનપ્રેમીએ તો આખા શરીરમાં ટૅટૂ અને તેની સિદ્ધિઓ ચીતરાવી હતી. જોકે હજી સંપૂર્ણ ફિટ થયો ન હોવાથી ગઈ કાલે ધવન નહોતો રમ્યો.
દિનેશ સાવલિયા