સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ પાકિસ્તાને ૨-૦થી જીતી લીધી છે. ગુરુવારે બીજી વન-ડેમાં યજમાન ટીમને પાકિસ્તાને ૮૧ રનથી માત આપી હતી.
મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમે ત્રીજી વિકેટ માટે ૧૧૫ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી.
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ પાકિસ્તાને ૨-૦થી જીતી લીધી છે. ગુરુવારે બીજી વન-ડેમાં યજમાન ટીમને પાકિસ્તાને ૮૧ રનથી માત આપી હતી. આ મૅચમાં પાકિસ્તાને પહેલાં બૅટિંગ કરીને ૪૯.૫ ઓવરમાં બધી વિકેટ ગુમાવીને ૩૨૯ રન કર્યા હતા. બાબર આઝમ આ મૅચમાં ફૉર્મમાં પાછો આવ્યો હતો અને તેણે ૯૫ બૉલમાં ૭૩ રન કર્યા હતા. કૅપ્ટન મોહમ્મદ રિઝવાને ૮૨ બૉલમાં ૮૦ રન કર્યા હતા. સાઉથ આફ્રિકા જવાબમાં ૪૩.૧ ઓવરમાં ૨૪૮ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. એકમાત્ર હેન્રિક ક્લાસેન ૭૪ બૉલમાં ૯૭ રન કરીને ઝળક્યો હતો.

