SA vs AFG ODI series: અફઘાનિસ્તાનનો ઓપનર રહમાનુલ્લા ગુરબાઝ બન્યો પ્લેયર ઑફ ધ સિરીઝ
SA vs AFG ODI series
સાઉથ આફ્રિકા સામે ૨-૧થી સિરીઝ જીતી ગયા બાદ ટ્રોફી સાથે ખુશખુશાલ અફઘાનિસ્તાનની ટીમ.
UAEમાં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં અફઘાનિસ્તાને ૨-૧થી જીત મેળવી છે. સાઉથ આફ્રિકા સામે અફઘાનિસ્તાનની આ પહેલી વન-ડે સિરીઝ હતી અને એમાં એણે આ ટીમને પહેલી વાર વન-ડે ફૉર્મેટમાં હરાવી હતી. ત્રીજી વન-ડેમાં ૭ વિકેટે જીત મેળવીને સાઉથ આફ્રિકન ટીમે ક્લીન સ્વીપ રોકી હતી. આ પહેલાં અફઘાનિસ્તાને પહેલી વન-ડેમાં ૬ વિકેટ અને બીજી વન-ડેમાં ૧૭૭ રનથી જીત મેળવી હતી.
ADVERTISEMENT
પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફી સાથે રહમાનુલ્લા ગુરબાઝ.
ત્રીજી વન-ડેના ટૉસ સમયે એક રસપ્રદ ઘટના બની હતી. અફઘાનિસ્તાનનો કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદી આ સમયે પ્લેઇંગ ઇલેવન હાથ પર લખીને આવ્યો હતો જેથી તે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ખેલાડીઓનાં નામ ભૂલી ન જાય. ઓપનિંગ બૅટર રહમાનુલ્લા ગુરબાઝે ત્રીજી વન-ડેમાં ૮૯ રનની ઇનિંગ્સ રમવાની સાથે આખી સિરીઝમાં ૧૯૪ રન ફટકાર્યા જેના કારણે તે પ્લેયર ઑફ ધ મૅચની સાથે પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બન્યો છે.
ગુરબાઝનું સિરીઝમાં પ્રદર્શન
રન ૧૯૪
ચોગ્ગા ૧૭
છગ્ગા ૦૭
સ્ટ્રાઇક-રેટ ૯૩.૭૧