એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટની યોગ્ય વ્યવસ્થાના અભાવે અરાજકતા સર્જાઈ હતી
ઘટનાસ્થળ
ઇંગ્લૅન્ડ સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝની પહેલી મૅચ આજે નાગપુરમાં રમાવાની છે ત્યારે રવિવારે કટકમાં રમાનારી બીજી વન-ડેની ઑફલાઇન ટિકિટો માટે ગઈ કાલે જબરદસ્ત ધક્કામુક્કી થઈ હતી. કટકના બારાબતી સ્ટેડિયમમાં ટિકિટ માટે ચાહકોએ જબરદસ્ત ધસારો કર્યો હતો, પણ એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટની યોગ્ય વ્યવસ્થાના અભાવે અરાજકતા સર્જાઈ હતી અને પોલીસે ભીડને વિખેરવા પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. આ ધક્કામુક્કીમાં ઘણા લોકો ઘવાયા હતા અને દસેક જણ તો બેભાન થઈ ગયા હતા.

