ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી અને શ્રેષ્ઠ બૅટ્સમૅન જીગર પરમાર, શ્રેષ્ઠ બોલર કીર્તન પરમાર, શ્રેષ્ઠ ફીલ્ડર પ્રથમ પરમાર તથા ઇમર્જિંગ ખેલાડી દેવાંશુ દરજી જાહેર થયા હતા
ટ્રોફી સાથે ચૅમ્પિયન રૉયલ સ્ટ્રાઇકર્સ ટીમ.
વડાલી વાઘેલા દરજી સમાજ દ્વારા ધુળેટીના દિવસે અંધેરીમાં યોજાયેલી ક્રિકેટ-ટુર્નામેન્ટમાં રૉયલ સ્ટ્રાઇકર્સ ટીમ ચૅમ્પિયન બની હતી. ટુર્નામેન્ટનું આ ૩૪મું વર્ષ હતું અને એમાં ૧૦ ટીમો વચ્ચેના રોમાંચક જંગ બાદ રૉયલ પરમાર અને રૉયલ સ્ટ્રાઇકર્સ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ચાર ઓવરની ફાઇનલમાં પ્રથમ બૅટિંગ કરતાં રૉયલ પરમારે ૩ વિકેટ ગુમાવીને ૪૮ રન બનાવ્યા હતા. રૉયલ સ્ટ્રાઇકર્સ માત્ર ૨.૫ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૫૩ રન બનાવીને ચૅમ્પિયન બની હતી. ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી અને શ્રેષ્ઠ બૅટ્સમૅન જીગર પરમાર, શ્રેષ્ઠ બોલર કીર્તન પરમાર, શ્રેષ્ઠ ફીલ્ડર પ્રથમ પરમાર તથા ઇમર્જિંગ ખેલાડી દેવાંશુ દરજી જાહેર થયા હતા. પ્રોફેશનલી આયોજિત આ ટુર્નામેન્ટ યુટ્યુબ પર પણ હજારો લોકોએ માણી હતી.

