૧૧૯.૨૫ કરોડ રૂપિયા ખર્ચીને IPL 2025 માટે બાવીસ સભ્યોની સ્ક્વૉડ તૈયાર કરી છે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) બાવીસ માર્ચે પોતાના આઠમા કૅપ્ટન રજત પાટીદારના નેતૃત્વમાં IPL 2025ના અભિયાનની શરૂઆત ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે કરશે. ત્રણ વાર રનર-અપ રહેલી આ ટીમ ‘ઈ સાલા કપ નામદે’ (આ વર્ષે કપ આપણો થશે)ના સ્વપ્નને સાકાર કરી એક પણ વખત ટાઇટલ ન જીતવાના દુકાળને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. ૧૭માંથી નવ સીઝનમાં આ ટીમ પ્લે-ઑફમાં પહોંચી છે, પણ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી છે.
આ વખતે ફ્રૅન્ચાઇઝીએ ૧૧૯.૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ, લિઆમ લિવિંગસ્ટન જેવા ટૉપ ઑર્ડર બૅટર; જેકબ બેથેલ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ જેવા ઑલરાઉન્ડર્સ અને ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, લુંગી એન્ગિડી જેવા ફાસ્ટ બોલર્સને ટીમમાં સામેલ કર્યા છે. ટીમ પાસે કૃણાલ પંડ્યા અને સુયશ શર્મા જેવા સ્પિનર છે.
ADVERTISEMENT
આ ટીમમાં માત્ર ત્રણ પ્લેયર્સ ૧૦૦થી વધુ IPL મૅચનો અનુભવ ધરાવે છે, જ્યારે જેકબ બેથેલ સહિતના ચાર પ્લેયર્સ એક પણ મૅચ રમ્યા નથી. બાવીસમાંથી ૧૦ પ્લેયર્સ ૩૦ પ્લસ વર્ષની ઉંમર ધરાવે છે. વિરાટ કોહલી ટીમનો સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર છે, જ્યારે ઉત્તર પ્રદેશનો બૅટર સ્વસ્તિક ચિકારા સૌથી યંગ પ્લેયર છે.
RCBનો કોચિંગ સ્ટાફ
કોચ : ઍન્ડી ફ્લાવર
મેન્ટર અને બૅટિંગ કોચ : દિનેશ કાર્તિક
બોલિંગ કોચ : ઓમકાર સાળવી
ક્રિકેટ ડિરેક્ટર : મો બોબાટ
RCBનો IPL રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૨૫૬ |
જીત |
૧૨૧ |
હાર |
૧૨૮ |
ટાઇ |
૦૩ |
નો-રિઝલ્ટ |
૦૪ |
જીતની ટકાવારી |
૪૭.૨૭ |
પ્લેયર્સની ઉંમર અને IPL અનુભવ
વિરાટ કોહલી (૩૬ વર્ષ ૧૩૩ દિવસ) - ૨૫૨ મૅચ
ભુવનેશ્વર કુમાર (૩૫ વર્ષ ૪૧ દિવસ) - ૧૭૬ મૅચ
કૃણાલ પંડ્યા (૩૩ વર્ષ ૩૫૯ દિવસ) - ૧૨૭ મૅચ
દેવદત્ત પડિક્કલ (૨૪ વર્ષ ૨૫૪ દિવસ) - ૬૪ મૅચ
જીતેશ શર્મા (૩૧ વર્ષ ૧૪૭ દિવસ) - ૪૦ મૅચ
લિઆમ લિવિંગસ્ટન (૩૧ વર્ષ ૨૨૬ દિવસ) - ૩૯ મૅચ
ટિમ ડેવિડ (૨૯ વર્ષ બે દિવસ) - ૩૮ મૅચ
રજત પાટીદાર (૩૧ વર્ષ ૨૯૦ દિવસ) - ૨૭ મૅચ
જોશ હેઝલવુડ (૩૪ વર્ષ ૬૯ દિવસ) - ૨૭ મૅચ
ફિલ સૉલ્ટ (૨૮ વર્ષ ૨૦૨ દિવસ) - ૨૧ મૅચ
યશ દયાલ (૨૭ વર્ષ ૯૫ દિવસ) - ૧૭ મૅચ
સ્વપ્નિલ સિંહ (૩૪ વર્ષ ૫૫ દિવસ) - ૧૪ મૅચ
લુંગી એન્ગિડી (૨૮ વર્ષ ૩૫૪ દિવસ) - ૧૪ મૅચ
સુયશ શર્મા (૨૧ વર્ષ ૩૦૭ દિવસ) - ૧૩ મૅચ
રસિખ સલામ દાર (૨૪ વર્ષ ૩૪૭ દિવસ) - ૧૧ મૅચ
રોમારિયો શેફર્ડ (૩૦ વર્ષ ૧૧૨ દિવસ) - ૧૦ મૅચ
નુવાન થુષારા (૩૦ વર્ષ ૨૨૪ દિવસ) - ૦૭ મૅચ
મોહિત રાઠી (૨૬ વર્ષ ૬૪ દિવસ) - ૦૧ મૅચ
મનોજ ભંડગે (૨૬ વર્ષ ૧૬૪ દિવસ) - ૦૦
જેકબ બેથેલ (૨૧ વર્ષ ૧૪૬ દિવસ) - ૦૦
સ્વસ્તિક ચિકારા (૧૯ વર્ષ ૩૪૯ દિવસ) - ૦૦
અભિનંદન સિંહ (૨૭ વર્ષ ૩૫૩ દિવસ) - ૦૦
IPL 2008થી 2024 સુધી પૉઇન્ટ્સ ટેબલમાં ટીમનું સ્થાન
૨૦૦૮ - સાતમું
૨૦૦૯ – રનર-અપ
૨૦૧૦ - ત્રીજું
૨૦૧૧ – રનર-અપ
૨૦૧૨ - પાંચમું
૨૦૧૩ - પાંચમું
૨૦૧૪ - સાતમું
૨૦૧૫ - ત્રીજું
૨૦૧૬ – રનર-અપ
૨૦૧૭ - આઠમું
૨૦૧૮ - છઠ્ઠું
૨૦૧૯ - આઠમું
૨૦૨૦ - ચોથું
૨૦૨૧ - ત્રીજું
૨૦૨૨ - ચોથું
૨૦૨૩ - છઠ્ઠું
૨૦૨૪ - ચોથું

