૨૦૨૫ની ૧૪ માર્ચથી પચીસ મે વચ્ચે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝન માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ ત્રણ મહિના પહેલાં જ તૈયારી શરૂ કરી દીધી છે.
બૅન્ગલોર ફ્રૅન્ચાઇઝીની જર્સીમાં ભુવનેશ્વર કુમાર, કૃણાલ પંડ્યા, જિતેશ શર્મા અને રજત પાટીદાર.
૨૦૨૫ની ૧૪ માર્ચથી પચીસ મે વચ્ચે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝન માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ ત્રણ મહિના પહેલાં જ તૈયારી શરૂ કરી દીધી છે. ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યા, ટૉપ ઑર્ડર બૅટર રજત પાટીદાર, વિકેટકીપર-બૅટર જિતેશ શર્મા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હાલમાં RCBના કૅમ્પમાં ટીમ-મૅનેજમેન્ટ સાથે જોવા મળ્યા હતા. રજત પાટીદાર અને જિતેશ શર્માએ અન્ય કેટલાક પ્લેયર્સ સાથે પ્રૅક્ટિસ-મૅચ પણ રમી હતી. મેગા ઑક્શન બાદ RCBએ બાવીસ સભ્યોની સ્ક્વૉડ તૈયાર કરી છે.

