ઍડીલેડ ટેસ્ટથી ફરી ભારતીય ટીમની કમાન સંભાળનાર કૅપ્ટન રોહિત શર્માના બૅટિંગક્રમ વિશે ભારે ચર્ચા થઈ રહી છે, કારણ કે પર્થ ટેસ્ટમાં યશસ્વી જાયસવાલ અને રાહુલ ઑસ્ટ્રેલિયામાં ૨૦૦ પ્લસ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ઓપનર્સ તરીકે સેટ થઈ ગયા છે.
હરભજન સિંહ
ઍડીલેડ ટેસ્ટથી ફરી ભારતીય ટીમની કમાન સંભાળનાર કૅપ્ટન રોહિત શર્માના બૅટિંગક્રમ વિશે ભારે ચર્ચા થઈ રહી છે, કારણ કે પર્થ ટેસ્ટમાં યશસ્વી જાયસવાલ અને રાહુલ ઑસ્ટ્રેલિયામાં ૨૦૦ પ્લસ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ઓપનર્સ તરીકે સેટ થઈ ગયા છે. ઍડીલેડ ટેસ્ટમાં આ ઓપનિંગ જોડી તૂટશે કે રોહિત શર્મા કોઈ અન્ય ક્રમે બૅટિંગ કરશે એના પર સૌની નજર રહેશે. પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન સામેની પ્રૅક્ટિસ મૅચમાં તે ચોથા ક્રમે બૅટિંગ કરીને ત્રણ રને આઉટ થયો હતો.
ભૂતપૂર્વ ભારતીય ઑફ સ્પિનર હરભજન સિંહે આ વિશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે રોહિત પાંચમા કે છઠ્ઠા નંબર પર આવશે. તે યશસ્વી જાયસવાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે અને રાહુલ ત્રીજા નંબરે આવશે અથવા રોહિત ત્રીજા નંબરની પાછળ બૅટિંગ કરશે નહીં. રોહિત માટે છઠ્ઠા સ્થાને બૅટિંગ કરવી ટીમના હિતમાં રહેશે નહીં. તમારા ટોચના ચાર પ્લેયર્સ બૅટિંગ-ઑર્ડરના ચાર આધારસ્તંભ હોવા જોઈએ અને ટોચ પર રોહિત જેવો ખેલાડી હોવાથી ટીમને વધુ તાકાત મળશે.’
ADVERTISEMENT
દરેક પોઝિશન પર રોહિતનો ટેસ્ટ-રેકૉર્ડ
પહેલા ક્રમે ૧૮ મૅચમાં ૧૨૨૬ રન
બીજા ક્રમે ૨૪ મૅચમાં ૧૪૫૯ રન
ત્રીજા ક્રમે ૪ મૅચમાં ૧૦૭ રન
ચોથા ક્રમે એક મૅચમાં ચાર રન
પાંચમા ક્રમે ૯ મૅચમાં ૪૩૭ રન
છઠ્ઠા ક્રમે ૧૬ મૅચમાં ૧૦૩૭ રન
કુલ ૬૪ ટેસ્ટમાં ૪૨૭૦ રન