ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપ બાદ ભારતીય દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી પર અનેક સવાલ ઊઠી રહ્યા છે. તેમના ખરાબ સમયમાં તેમના સારા મિત્ર અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને તેમનું સમર્થન કર્યું છે
શિખર ધવન
ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપ બાદ ભારતીય દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી પર અનેક સવાલ ઊઠી રહ્યા છે. તેમના ખરાબ સમયમાં તેમના સારા મિત્ર અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને તેમનું સમર્થન કર્યું છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફી વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘હું માનું છું કે આપણી પાસે ઑસ્ટ્રેલિયામાં ટાઇટલ જીતવાની, હૅટ-ટ્રિક કરવાની સારી તક છે. આપણે ત્યાં છેલ્લી બે સિરીઝમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. મને ખાતરી છે કે ટીમ સકારાત્મક અને વિજયી માનસિકતા સાથે ઑસ્ટ્રેલિયા જશે. રોહિત, વિરાટ અને બુમરાહ ઑસ્ટ્રેલિયામાં વધુ ક્રિકેટ રમ્યા છે અને તેઓ તેમના અનુભવો યુવા ખેલાડીઓ સાથે શૅર કરશે.’
ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચમાં રોહિતે ૧૫.૧૭ની બૅટિંગ-ઍવરેજથી માત્ર ૯૧ રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ ૧૫.૫૦ની ઍવરેજથી ૯૩ રન જ ફટકાર્યા છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ૧૯૪ રન આપીને નવ વિકેટ ઝડપી છે.
ADVERTISEMENT
આૅસ્ટ્રેલિયામાં ટેસ્ટ-ફૉર્મેટમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન
મૅચ ૦૭
ઇનિંગ્સ ૧૪
ઓવર ૨૭૪.૫
રન ૬૮૦
વિકેટ ૩૨
ઍવરેજ ૨૧.૨૫
ઇકૉનૉમી ૨.૪૭
આૅસ્ટ્રેલિયામાં ટેસ્ટ-ફૉર્મેટમાં વિરાટ કોહલીનું પ્રદર્શન
મૅચ ૧૩
ઇનિંગ્સ ૨૫
રન ૧૩૨૫
ઍવરેજ ૫૪.૦૮
સ્ટ્રાઇક-રેટ ૫૩.૧૪
સેન્ચુરી ૦૬
ફિફ્ટી ૦૪
આૅસ્ટ્રેલિયામાં ટેસ્ટ-ફૉર્મેટમાં રોહિત શર્માનું પ્રદર્શન
મૅચ ૦૭
ઇનિંગ્સ ૧૪
રન ૪૦૮
ઍવરેજ ૩૧.૩૮
સ્ટ્રાઇક-રેટ ૪૭.૬૬
સેન્ચુરી ૦૦
ફિફ્ટી ૦૩