ઑસ્ટ્રેલિયન ઓપનર ટ્રૅવિસ હેડે ભારતીય કૅપ્ટનના આ નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું હતું કે ‘હું રોહિતના નિર્ણયનું ૧૦૦ ટકા સમર્થન કરું છું. આવી સ્થિતિમાં મેં પણ એવું જ કર્યું છે`
રોહિત શર્મા, ટ્રૅવિસ હેડે
રોહિત શર્મા તેના બીજા બાળકના જન્મને કારણે સિરીઝની પહેલી મૅચમાં ભાગ લેશે નહીં. ઑસ્ટ્રેલિયન ઓપનર ટ્રૅવિસ હેડે ભારતીય કૅપ્ટનના આ નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું હતું કે ‘હું રોહિતના નિર્ણયનું ૧૦૦ ટકા સમર્થન કરું છું. આવી સ્થિતિમાં મેં પણ એવું જ કર્યું છે.’ ટ્રૅવિસ હેડ પોતે પણ બીજી વાર પપ્પા બનવાનો હતો ત્યારે પાકિસ્તાન સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝમાંથી તેણે રજા લીધી હતી.
અમે ક્રિકેટર તરીકે ઘણી બધી વસ્તુઓનું બલિદાન આપીએ છીએ એમ જણાવતાં ટ્રૅવિસ હેડે કહ્યું હતું કે ‘અમે મહત્ત્વના લોકો તરીકે જીવન જીવીએ છીએ, પરંતુ અમે અંગત જીવનમાં મહત્ત્વની ક્ષણો ગુમાવીએ છીએ, એ સમય પાછો મળતો નથી. આશા છે કે તે આ સિરીઝમાં કોઈક તબક્કે વાપસી કરશે.’ તેણે રોહિતની ગેરહાજરી અને શુભમન ગિલની ઇન્જરી વચ્ચે પણ ભારતીય ટીમને મજબૂત ગણાવી હતી.