Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિતે રણજી ટ્રોફીના બીજા રાઉન્ડ માટે મુંબઈની ટીમ સાથે પ્રૅક્ટિસ કરી

રોહિતે રણજી ટ્રોફીના બીજા રાઉન્ડ માટે મુંબઈની ટીમ સાથે પ્રૅક્ટિસ કરી

Published : 15 January, 2025 10:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ મુંબઈની રણજી ટીમ સાથે પ્રૅક્ટિસ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેની સાથે ભારતીય બૅટર અને મુંબઈની રણજી ટીમનો કૅપ્ટન અજિંક્ય રહાણે પણ પ્રૅક્ટિસ કરી રહ્યો હતો.

વાનખેડે સ્ટેડિયમમાં રણજી ટ્રોફી માટે તૈયારી કરતો રોહિત શર્મા.

વાનખેડે સ્ટેડિયમમાં રણજી ટ્રોફી માટે તૈયારી કરતો રોહિત શર્મા.


ઑસ્ટ્રેલિયામાં ખરાબ પ્રદર્શનને કારણે ભારતીય કૅપ્ટન રોહિત શર્મા જેવા અનુભવી પ્લેયર્સને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ મળી છે. ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ મુંબઈની રણજી ટીમ સાથે પ્રૅક્ટિસ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેની સાથે ભારતીય બૅટર અને મુંબઈની રણજી ટીમનો કૅપ્ટન અજિંક્ય રહાણે પણ પ્રૅક્ટિસ કરી રહ્યો હતો.


૩૭ વર્ષનો રોહિત શર્મા ૨૦૧૫માં છેલ્લી વાર રણજી ટ્રોફીની મૅચ રમ્યો હતો. ૨૩ જાન્યુઆરીથી શરૂ થતા રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં મુંબઈની પહેલી મૅચ જમ્મુ-કાશ્મીર સામે છે. રોહિત શર્મા મુંબઈની ટીમનો ભાગ હશે તો તે ઑલમોસ્ટ એક દાયકા બાદ રણજી ટ્રોફી રમતો જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2025 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK