વર્લ્ડ કપની મીટિંગ વિશે રોહિત શર્માએ કહ્યું...
રોહિત શર્મા , અજિત આગરકર
ટીમ ઇન્ડિયાના કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ માટે ચીફ કોચ અને ચીફ સિલેક્ટર સાથે કોઈ પણ પ્રકારની મીટિંગ હોવાનો ઇનકાર કર્યો છે. હિટમૅને એક કાર્યક્રમમાં કહ્યું કે ‘હું કોઈને મળ્યો નથી. અજિત આગરકર દુબઈમાં ક્યાંક ગૉલ્ફ રમી રહ્યો છે. રાહુલ દ્રવિડ બૅન્ગલોરમાં છે અને પોતાના બાળકને રમતો જોઈ રહ્યો છે. હું મુંબઈમાં હતો. સાચું કહું તો અમે મળ્યા નથી. જ્યાં સુધી રાહુલ દ્રવિડ, અજિત અથવા ક્રિકેટ બોર્ડમાંથી કોઈ પણ કૅમેરા સામે આવીને વાત ન કરે ત્યાં સુધી બધું ખોટું છે.