Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સુનીલ ગાવસ્કરે ટીકા કરી તો રોહિત શર્માએ કરી દીધી BCCIને ફરિયાદ, જાણો શું છે મામલો?

સુનીલ ગાવસ્કરે ટીકા કરી તો રોહિત શર્માએ કરી દીધી BCCIને ફરિયાદ, જાણો શું છે મામલો?

Published : 28 January, 2025 02:33 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rohit Sharma complaints BCCI: રોહિતની ટીકા કરતાં સુનીલ ગાવસ્કરે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો રોહિત સિડની અને મૅલબૉર્નમાં સારું પરફોર્મ નહીં કરે તો તે કૅપ્ટન્સી છોડી દેશે.

રોહિત શર્મા અને સુનિલ ગાવસ્કર (ફાઇલ તસવીર)

રોહિત શર્મા અને સુનિલ ગાવસ્કર (ફાઇલ તસવીર)


છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના ટૉપ ખેલાડીઓના નબળા પ્રદર્શન અંગે ચર્ચા થઈ રહી છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ચાહકો સાથે દેશના ભુતપૂર્વ ક્રિકેટ લેજન્ડ્સ પણ આ ખેલાડીઓના ખરાબ પ્રદર્શનની ટીકા કરી રહ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના પર્ફોર્મન્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લીધે તેમની ટીકા થઈ રહી છે. જોકે હાલમાં એવા સમાચાર સામે આવ્યા છે કે રોહિત શર્માએ તેના પર ટીકા કરવા બાદ ભુતપૂર્વ દિગ્ગજ ક્રિકેટ સામે ફરિયાદ નોંધાવી છે.


ભારતના ટૅસ્ટ અને ODI ટીમના કૅપ્ટન રોહિત શર્માએ BCCIને પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર વિશે ફરિયાદ કરી છે, એમ એક અહેવાલમાં કહેવામાં કરવામાં આવ્યું હતું. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે રોહિત શર્માએ સુનીલ ગાવસ્કર વિરુદ્ધ BCCIને ફરિયાદ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત ગાવસ્કરે તેની સામે કરેલી ટીકાથી નારાજ હતો. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે બહારના દબાણની પણ તેના પરફોર્મન્સ પર અસર પડી હતી. હાલમાં BCCIના ટોચના અધિકારીઓ સાથેની એક બેઠકમાં રોહિતે ગાવસ્કરની નકારાત્મક ટિપ્પણી અંગે ફરિયાદ કરી હતી.



રિપોર્ટમાં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, રોહિત શર્માનું માનવું છે કે સુનીલ ગાવસ્કરે જે રીતે તેની ટીકા કરવાની જરૂર ન હતી. આ કારણોસર હિટમૅને સુનીલ ગાવસ્કર અંગે બીસીસીઆઈને ફરિયાદ કરી છે. અહીં જણાવવાનું કે રોહિત શર્મા તેના બીજા બાળકના જન્મ બાદ ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટૅસ્ટ મૅચ રમ્યો ન હતો. તે બીજી ટૅસ્ટથી ટીમ સાથે જોડાયો હતો. આ રીતે રજા લેવા બદલ પણ રોહિતની ઘણી ટીકા કરવામાં આવી હતી. ગાવસ્કરે પણ રોહિતને ખૂબ ઠપકો આપ્યો હતો. આ પછી જ્યારે રોહિત શર્મા બીજી, ત્રીજી અને ચોથી ટૅસ્ટમાં રન બનાવી શક્યો ન હતો ત્યારે ગાવસ્કરે પણ તેની આકરી ટીકા કરી હતી.


રોહિતની ટીકા કરતાં સુનીલ ગાવસ્કરે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો રોહિત સિડની અને મૅલબૉર્નમાં સારું પરફોર્મ નહીં કરે તો તે કૅપ્ટન્સી છોડી દેશે. ગાવસ્કરે પોતાની એક કૉલમમાં લખ્યું હતું કે છે કે, "કૅપ્ટન રોહિત શર્મા તેની ક્ષમતાથી બહાર હતો અને તેના ખૂબ જ ખરાબ ફોર્મને કારણે પદ છોડવાનો બોલ્ડ નિર્ણય લીધા બાદ તેણે ટૅસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્ય અંગે પણ મોટા પ્રશ્નો ઉભા કર્યા છે." રોહિત શર્માની બોર્ડર ગાવસ્કર ટ્રૉફી 2024-25 સિરીઝની વાત કરીએ તો તેણે પાંચ ટૅસ્ટ મૅચની સિરીઝમાંથી ત્રણ ટૅસ્ટ મૅચમાં માત્ર 6.20 ની સરેરાશથી ફક્ત 31 રન ફટકાર્યા હતા. આ સિરીઝ ઑસ્ટ્રેલિયા 3-1 થી જીતી ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2025 02:33 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK