Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Roger Binny બન્યા બીસીસીઆઇના નવા અધ્યક્ષ, સૌરવ ગાંગુલીની વિદાય

Roger Binny બન્યા બીસીસીઆઇના નવા અધ્યક્ષ, સૌરવ ગાંગુલીની વિદાય

Published : 18 October, 2022 01:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હવે તેમની જગ્યા રોજર બિન્ની નવા અધ્યક્ષ બની ગયા છે. રોજર 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહ્યા છે. આ નિર્ણય મંગળવારે થયેલી બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય બેઠક (AGM)માં લેવામાં આવ્યો.

રોજર બિન્ની

રોજર બિન્ની


ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)ને નવા અધ્યક્ષ મળી ગયા છે. પૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીની વિદાય થઈ ગઈ છે. હવે તેમની જગ્યા રોજર બિન્ની નવા અધ્યક્ષ બની ગયા છે. રોજર 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહ્યા છે. આ નિર્ણય મંગળવારે થયેલી બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય બેઠક (AGM)માં લેવામાં આવ્યો.


રોજર બિન્ની બીસીસીઆઇના 36મા અધ્યક્ષ બન્યા છે. આ પહેલા સૌરવ ગાંગુલી 2019થી આ પદ સંભાળી રહ્યા હતા. કેટલાક સમય પહેલા ગાંગુલીના જ કાર્યકાળને વધારવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. પણ થોડાક દિવસોમાં સમીકરણ બદલાઈ ગયા અને ગાંગુલીની વિદાય થઈ.



નિર્વિરોધ અધ્યક્ષ ચૂંટાયા બિન્ની
જણાવવાનું કે 67 વર્ષ રોજર બિન્ની બીસીસીઆઇ અધ્યક્ષ પદ માટે એકલા ઉમેદવાર હતા. આ સિવાય અન્ય કોઈએ નામાંકન કર્યું નહોતું. એવામાં રોજર બિન્નીને નિર્વિરોધ બીસીસીઆઇના નવા અધ્યક્ષ ચૂંટાયા છે. પદાધિકારીઓની આ ચૂંટણી ફક્ત એક ઔપચારિકતા જ હતી, કારણકે તેમનું નિર્વિરોધ ચૂંટાવું નક્કી હતું.


રોજર બિન્ની કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. પણ બીસીસીઆઇ અધ્યક્ષ બનતા જ તે પદને છોડી દેશે. બિન્ની પોતાના જમાનાના મિડિયમ પેસ બૉલર રહી ચૂક્યા છે. તેમણે 1983ના વર્લ્ડ કપમાં 8 મેચ રમાઈ હતી, જેમાં સૌથી વધારે 18 વિકેટ લીધી હતી.

બીસીસીઆઇ અધ્યક્ષ જે ટેસ્ટ ખેલાડી રહી ચૂક્યા છે 


મહારાજ કુમાર વિજયનગરમ (1954 1956)
શિવલાલ યાદવ (2014  ઇન્ટરિમ)
સૌરવ ગાંગુલી (2019 2022)
રોજર બિન્ની (2022થી)

IPL ચૅરમેન પદના ઑફરને ગાંગુલીએ ફગાવી
પીટીઆઈના રિપૉર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક દિવસ પહેલા સૌરવ ગાંગુલીની સાથે નવી દિલ્હીમાં સ્ટેકહૉલ્ડર્સે મીટિંગ કરી હતી. આમાં ગાંગુલીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે બીસીસીઆઇ અધ્યક્ષ બની રહેવા માગતા હતા. પણ સ્ટેકહોલ્ડર્સે જણાવ્યું હચું કે આમ થવું શક્ય નથી. જો કે, હવે સૂત્રોએ જણાવ્યું કે ગાંગુલીને IPLના ચેરમેન પદની પણ ઑફર આપવામાં આવી હતી, પણ તેમણે આ ઑફર નકારી દીધી.

રોજર બિન્નીનો ઇન્ટરનેશનલ રેકૉર્ડ
રોજર બિન્નીએ 1979 87 દરમિયાન ભારત માટે 27 ટેસ્ટ અને 72 વનડે ઇન્ટરનેશનલ મેચમાં ભાગ લીધો. તેમણે વર્ષ 1979માં પાકિસ્તાન વિરુદ્ધ બેંગ્લુરુ ટેસ્ટ દ્વારા પોતાનો ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યો હતો. બિન્નીએ ટેસ્ટ કરિઅરમાં 3.63ની ટકાવારીમાં 47 વિકેટ લીધી.

આ પણ વાંચો : બિન્ની બનશે બીસીસીઆઇના બાદશાહ

તો વનડે ઇન્ટરનેશનલમાં તેમના નામે 29.35ના એવરેજથી 77 વિકેટ નોંધાયેલી છે. રોજર બન્નીની બેટથી પણ ઘણું યોગદાન નોંધનીય રહ્યું. તેમના નામે ટેસ્ટમાં 830 રન્સ અને ઇન્ટરનેશનલમાં 629 રન્સ નોંધાયેલા છે.

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2022 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK