૨૦૦૬થી ૨૦૧૫ સુધીની તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હતી, પરંતુ સમગ્ર કરીઅર દરમ્યાન તેણે તક મળતાં બૅટિંગ ઉપરાંત વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળી હતી.
Robin Uthappa Retirement
રૉબિન ઉથપ્પા ૨૦૦૭ના પ્રથમ ટી૨૦ વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનનાર ભારતીય ટીમમાં હતો. એમાં તેણે પાકિસ્તાન સામેની પ્રથમ મૅચમાં ૫૦ રન બનાવ્યા પછી બૉલ-આઉટમાં સ્ટમ્પ ઉડાડ્યું હતું. તેણે પાકિસ્તાન સામેની ફાઇનલમાં ૮ રન બનાવ્યા હતા.
૨૦૧૪માં ભારતની અન્ડર-૧૯ ટીમમાં રહી ચૂકેલા તેમ જ ટીમ ઇન્ડિયા વતી ૪૬ વન-ડે તથા ૧૩ ટી૨૦ રમનાર ૩૬ વર્ષના ભરોસાપત્ર બૅટર રૉબિન ઉથપ્પાએ ઇન્ટરનૅશનલ ક્રિકેટ તેમ જ ભારતીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે. ૨૦૦૬થી ૨૦૧૫ સુધીની તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હતી, પરંતુ સમગ્ર કરીઅર દરમ્યાન તેણે તક મળતાં બૅટિંગ ઉપરાંત વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળી હતી.
ઉથપ્પા છેલ્લે કેરલા સ્ટેટ વતી રમ્યો હતો એટલે તેણે ત્યાંનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મેળવ્યું છે, જેની મદદથી તે હવે વિદેશી ટી૨૦ લીગમાં રમી શકશે. અગાઉ ઉન્મુક્ત ચંદ, સ્મિત પટેલ, સુરેશ રૈના વગેરે ખેલાડીઓ પણ ઓવરસીઝ ટી૨૦ લીગમાં રમવા એનઓસી લઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
ઉથપ્પાએ ક્રિકેટ રમવાની પૅશનને ફૉલો કરવાની નાનપણથી છૂટ આપવા બદલ પરિવારનો (ખાસ કરીને બહેનનો) તેમ જ શાનદાર કરીઅર બદલ ભારતીય ક્રિકેટ બોર્ડનો, સાથી ખેલાડીઓનો, મિત્રોનો, તમામ કોચ તથા વહીવટકારોનો અને ફ્રૅન્ચાઇઝીઓનો આભાર માન્યો છે. આઇપીએલમાં તે કલકત્તા, રાજસ્થાન, બૅન્ગલોર, ચેન્નઈ, મુંબઈ અને પુણે વતી રમ્યો હતો. ડોમેસ્ટિકમાં તે કર્ણાટક, સૌરાષ્ટ્ર અને કેરલા વતી રમ્યો હતો. તેણે ભારત વતી ૪૬ વન-ડેમાં ૯૩૪ રન, ૧૩ ટી૨૦માં ૨૪૯ રન તેમ જ ૧૪૨ ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં ૯૪૪૬ રન બનાવ્યા હતા.