ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં સૌથી વધુ ૨૬૧ રન ફટકારનાર રિષભ પંતે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના એક મહત્ત્વના લિસ્ટમાં એન્ટ્રી કરી છે
રિષભ પંત
મુંબઈ ટેસ્ટમાં રિષભ પંતે બન્ને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી છતાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. મૅચ બાદ પંતે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું કે ‘જીવન સીઝનોની સિરીઝ છે. જ્યારે તમે નિરાશ થાઓ ત્યારે યાદ રાખો કે જીવનમાં પ્રગતિ વિવિધ સમયચક્રમાં થાય છે. ખરાબ સમયને સ્વીકારો, એ જાણીને કે એ તમને સારા સમય માટે તૈયાર કરે છે.’
ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં સૌથી વધુ ૨૬૧ રન ફટકારનાર રિષભ પંતે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના એક મહત્ત્વના લિસ્ટમાં એન્ટ્રી કરી છે. તે WTCના ઇતિહાસમાં બેન સ્ટોક્સ (૮૧ સિક્સર) અને રોહિત શર્મા (૫૬ સિક્સર) બાદ ૫૦ સિક્સર ફટકારનાર ત્રીજો બૅટર બની ગયો છે. તેણે ૫૧ ઇનિંગ્સમાં જ આ કમાલ કરી છે.