સ્ટાર સ્પોર્ટ્સના એક પ્રોગ્રામમાં સુનીલ ગાવસકરે દાવો કર્યો હતો કે રિટેન્શન બાબતે દિલ્હી કૅપિટલ્સના માલિકો સાથેના મતભેદને કારણે કદાચ રિષભ પંતે ટીમ છોડી દીધી હશે
રિષભ પંત
સ્ટાર સ્પોર્ટ્સના એક પ્રોગ્રામમાં સુનીલ ગાવસકરે દાવો કર્યો હતો કે રિટેન્શન બાબતે દિલ્હી કૅપિટલ્સના માલિકો સાથેના મતભેદને કારણે કદાચ રિષભ પંતે ટીમ છોડી દીધી હશે. તેમને આશા છે કે દિલ્હીની ટીમ પંતને ફરીથી ખરીદશે. સુનીલ ગાવસકરના આ વિડિયો પર રીટ્વીટ કરતાં ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતે લખ્યું હતું કે હું આ વાત ચોક્કસ કહી શકું છું કે મારું રિટેન્શન પૈસા વિશે નહોતું. તેણે ગાવસકરની વાત નકારતાં સ્પષ્ટ કર્યું હતું કે તેણે રિટેન્શન ફીના કારણે દિલ્હી કૅપિટલ્સ નથી છોડ્યું. દિલ્હીએ કૅપ્ટન પંતને છોડીને અક્ષર પટેલ (૧૬.૫ કરોડ), કુલદીપ યાદવ (૧૩.૨૫ કરોડ), ટ્રિસ્ટન સ્ટબ્સ (૧૦ કરોડ) અને અભિષેક પોરેલ (ચાર કરોડ)ને આગામી સીઝન માટે રીટેન કર્યા હતા.