રિન્કુની ક્રિકેટ-કરીઅરને કારણે તેના પરિવારની સ્થિતિ સુધરતી જોઈ ક્રિકેટ-ફૅન્સ સોશ્યલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે
ખાનચંદ સિંહ
૨૭ વર્ષના ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહે પોતાના પપ્પા ખાનચંદ સિંહને એક સ્પોર્ટ્સ બાઇક ગિફ્ટ કરી છે. ઑલમોસ્ટ પાંચ લાખ રૂપિયાની કાવાસાકી નિન્જા-400 બાઇક સાથે તેના પપ્પાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તેના પપ્પાએ રસોઈનાં ગૅસ-સિલિન્ડર્સ પહોંચાડવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કર્યો હતો. રિન્કુની ક્રિકેટ-કરીઅરને કારણે તેના પરિવારની સ્થિતિ સુધરતી જોઈ ક્રિકેટ-ફૅન્સ સોશ્યલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.