શ્રી શ્યામ યુવા મંડળ દ્વારા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ખેલાડીઓ માટે ટર્ફ ક્રિકેટ-ટુર્નામેન્ટ ‘યુવા કપ ૨૦૨૫’નું આયોજન થવા જઈ રહ્યું છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શ્રી શ્યામ યુવા મંડળ દ્વારા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ખેલાડીઓ માટે ટર્ફ ક્રિકેટ-ટુર્નામેન્ટ ‘યુવા કપ ૨૦૨૫’નું આયોજન થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ માટે રજિસ્ટ્રેશન રવિવાર, ૧૯ જાન્યુઆરીએ કાંદિવલી-વેસ્ટમાં આવેલા શ્રી શ્યામ સત્સંગ ભવનમાં સાંજે ૬થી ૯ વાગ્યા દરમ્યાન કરવામાં આવશે. ફક્ત ૮૮ ખેલાડીઓનો સમાવેશ થઈ શકવાનો હોવાથી રજિસ્ટ્રેશન વહેલો તે પહેલોના ધોરણે કરવામાં આવશે. રજિસ્ટ્રેશન ફી ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે અને ખેલાડીએ તેમની સાથે એક પાસપોર્ટ સાઇઝ ફોટો અને આધાર કાર્ડની કૉપી લઈ આવવાની રહેશે. વધુ માહિતી માટે ગૌરવ સોલંકીનો 96645 67896 નંબર પર સંપર્ક કરવો.