ગઈ કાલે મુંબઈ બાદ આજે બૅન્ગલોર સામે બૅક-ટુ-બૅક મૅચ રમનારી કૅપ્ટન મેગ લૅનિંગની ટીમ પોતાનું શાનદાર ફૉર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
બૅન્ગલોરમાં WPL 2025ની અંતિમ મૅચ દિલ્હી કૅપિટલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ વચ્ચે રમાશે
આજે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની ૧૪મી મૅચ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાશે. બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં WPL 2025ની આ આઠમી અને અંતિમ મૅચ રહેશે.
ગુરુવારે ગુજરાત જાયન્ટ્સ સામે ૬ વિકેટે હારનાર ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોર હાલમાં બૅકફુટ પર છે. આ સીઝનમાં સ્મૃતિ માન્ધનાની ટીમ હૅટ-ટ્રિક મૅચ હારી છે અને પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી બન્ને મૅચ હારી છે. આજે તેમનો ટાર્ગેટ જીત સાથે કમબૅક કરી ફરી ફૅન્સનો વિશ્વાસ જીતવાનો રહેશે. ગઈ કાલે મુંબઈ બાદ આજે બૅન્ગલોર સામે બૅક-ટુ-બૅક મૅચ રમનારી કૅપ્ટન મેગ લૅનિંગની ટીમ પોતાનું શાનદાર ફૉર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT
બન્ને વચ્ચેની ૬ ટક્કરમાં દિલ્હી સૌથી વધુ ચાર મૅચ જીત્યું છે, જ્યારે બૅન્ગલોર બે મૅચ જીતી શક્યું છે. આ સીઝનમાં બન્ને ટીમ વચ્ચે આ બીજી ટક્કર છે. વડોદરામાં રમાયેલી પહેલી મૅચમાં બૅન્ગલોરે દિલ્હી સામે ૮ વિકેટે જીત મેળવી હતી.

