ચેન્નઈમાં નવમાંથી આઠ મૅચ હાર્યું છે બૅન્ગલોર
ચેપૉકમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ફૅન્સને ઑટોગ્રાફ આપી સેલ્ફી પડાવતો વિરાટ કોહલી.
IPL 2025ની આઠમી મૅચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વચ્ચે રમાશે. બૅન્ગલોરની ટીમ જ્યારે ચેન્નઈના હોમ ગ્રાઉન્ડમાં ઊતરશે ત્યારે એનો ટાર્ગેટ ચેપૉક સ્ટેડિયમમાં ૧૭ વર્ષ બાદ ચેન્નઈ સામે જીત મેળવવાનો રહેશે. આ સ્ટેડિયમમાં બન્ને ટીમ નવ વખત આમને-સામને થઈ છે જેમાંથી યજમાન ટીમ ચેન્નઈને માત્ર ૨૦૦૮ની પહેલી IPL સીઝનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એ મૅચમાં રમનાર મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આ વખતે ૧૮મી સીઝનમાં પણ સામસામે જોવા મળશે.
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ધોની.
ADVERTISEMENT
બૅન્ગલોરનો રેકૉર્ડ ચેપૉકમાં સારો રહ્યો નથી. એ આ મેદાન પર ૧૩માંથી માત્ર પાંચ મૅચ જીત્યું છે. રજત પાટીદારના નેતૃત્વમાં બૅન્ગલોર હરીફ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો કિલ્લો તોડવા માગશે. આ મેદાન પર ૫૦થી વધુ મૅચ જીતવાનો રેકૉર્ડ ધરાવતી ચેન્નઈની ટીમ પણ જબરદસ્ત પડકાર આપતી જોવા મળશે. ટૂંકમાં સીઝનની પહેલી મૅચ જીતીને પોતાનું વિજયી અભિયાન આગળ વધારવા આતુર બન્ને ટીમ વચ્ચેની હાઈ વૉલ્ટેજ મૅચમાં ક્રિકેટ-ફૅન્સને ભરપૂર મનોરંજન મળશે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૩ |
CSKની જીત |
૨૧ |
RCBની જીત |
૧૧ |
નો-રિઝલ્ટ |
૦૧ |
ચેપૉકમાં હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૦૯ |
CSKની જીત |
૦૮ |
RCBની જીત |
૦૧ |

