મારી કરીઅરમાં અને ક્રિકેટના મારા અનુભવમાં અમને ચકનાચૂર કરી નાખે એવા અનુભવ વધારે થયા નથી. મને ખરાબ લાગી રહ્યું છે, છેલ્લા ૨-૩ દિવસથી એના પર કેવી પ્રતિક્રિયા આપવી એ હું વિચારી શકતો નહોતો.
અશ્વિને ચેસ માસ્ટર વિશ્વનાથન આનંદ સાથે એક ફ્લાઇટમાં મુલાકાત થતાં પાડ્યો સેલ્ફી.
દિગ્ગજ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને તેની યુટ્યુબ ચૅનલ પર ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં શરમજનક હાર વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘મારી કરીઅરમાં અને ક્રિકેટના મારા અનુભવમાં અમને ચકનાચૂર કરી નાખે એવા અનુભવ વધારે થયા નથી. મને ખરાબ લાગી રહ્યું છે, છેલ્લા ૨-૩ દિવસથી એના પર કેવી પ્રતિક્રિયા આપવી એ હું વિચારી શકતો નહોતો. હાર પાછળ હું પણ એક મોટું કારણ હતો, નીચલા ક્રમના રનમાં યોગદાન આપી શક્યો નહોતો અને ખોટા સમયે વિકેટ ગુમાવી દીધી હતી.’
આ સિરીઝમાં અશ્વિન પણ વિકેટ માટે તડપતો જોવા મળ્યો હતો. ઘરઆંગણે એક મૅચમાં ૯-૧૦ વિકેટ ઝડપી લેતો અશ્વિન ન્યુ ઝીલૅન્ડ સામે ૩ મૅચની ૬ ઇનિંગ્સમાં કુલ ૯ વિકેટ લઈ શક્યો હતો અને બૅટથી ૬ ઇનિંગ્સમાં માત્ર ૫૧ રન ફટકારી શક્યો હતો.