૨૦૧૫ની સીઝન બાદ ચેન્નઈએ તેને ફરી ૯.૭૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
રવિચન્દ્રન અશ્વિન
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને IPL 2025 પહેલાં ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જાહેરમાં આભાર માન્યો હતો. એક ઇવેન્ટમાં તેણે કહ્યું હતું કે ‘મેં ધરમશાલામાં મારી ૧૦૦મી ટેસ્ટ માટે મેમેન્ટો આપવા માટે મહેન્દ્ર સિંહ ધોનીને ફોન કર્યો હતો. હું એને મારી છેલ્લી ટેસ્ટ-મૅચ બનાવવા માગતો હતો, પરંતુ ધોની આવી શક્યો નહીં. જોકે મને નહોતી ખબર કે તે મને ચેન્નઈ સુપર કિંગ્સમાં પાછો લાવવાની ભેટ આપશે. મને પાછો લાવવા બદલ ધોનીનો આભાર. હું અહીં આવીને ખુશ છું.’ અશ્વિન આઠ સીઝન બાદ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતો જોવા મળશે. ૨૦૧૫ની સીઝન બાદ ચેન્નઈએ તેને ફરી ૯.૭૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

