Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રવિચંદ્રન અશ્ચિને રચ્યો રેકૉર્ડ, ભારતીય સ્પિનર બન્યો ટેસ્ટ ક્રિકેટનો કિંગ

રવિચંદ્રન અશ્ચિને રચ્યો રેકૉર્ડ, ભારતીય સ્પિનર બન્યો ટેસ્ટ ક્રિકેટનો કિંગ

Published : 16 February, 2024 04:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ravichandran Ashwin 500th Test Wicket : રવિચંદ્રન અશ્ચિને ટેસ્ટમાં લીધી ૫૦૦મી વિકેટ, અનિલ કુંબલે અને શેન વૉર્નનો રેકૉર્ડ તોડ્યો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રાજકોટ (Rajkot)માં રમાઈ રહેલી ભારત (India) અને ઈંગ્લેન્ડ (England) વચ્ચેની ત્રીજી ટેસ્ટ (Third Test Match IND vs ENG)ના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ ૪૪૫ રનમાં સમેટાઈ ગયો હતો, ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં પાંચ રનની વધારાની લીડ સાથે બેટિંગ કરવા આવી હતી. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે, સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)એ એક વિકેટ લઈને ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ પૂરી (Ravichandran Ashwin) કરવાનો વિશેષ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. અશ્વિને પાંચ મેચોની શ્રેણીની પ્રથમ બે મેચમાં ૯ વિકેટ લીધી હતી. અશ્વિન ટેસ્ટમાં ૫૦૦ વિકેટ લેનારો ભારતનો બીજો બોલર છે. તેના પહેલા પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે (Anil Kumble)એ આ સિદ્ધિ મેળવી હતી.


રવિચંદ્રન અશ્વિને ભારત માટે અત્યાર સુધી ૯૮ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે ૨૩.૯૨ની એવરેજથી કુલ ૫૦૦ વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેનો ઈકોનોમી રેટ ૨.૭૮ હતો. અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીમાં ૨૪ વખત ચાર વિકેટ અને ૩૪ વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે અશ્વિને વિકેટ લેતાની સાથે જ તે ભારત માટે ટેસ્ટમાં ૫૦૦ કે તેથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો. એટલું જ નહીં, ૯૮ ટેસ્ટમાં ૫૦૦ વિકેટ પૂરી કરીને અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ પૂરી કરનાર વિશ્વનો બીજો અને ભારતનો પ્રથમ બોલર પણ બની ગયો છે. આ યાદીમાં તેણે વિશ્વના દિગ્ગજ લેગ સ્પિનર ​​શેન વોર્ન (Shane Warne) અને અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે.




ભારત માટે અત્યાર સુધી ટેસ્ટમાં ૫૦૦થી વધુ વિકેટ લેનાર અનિલ કુંબલે એકમાત્ર બોલર છે. અનિલ કુંબલેએ ભારત માટે રમાયેલી ૧૩૨ મેચોમાં ૨૯.૬૫ની એવરેજથી ૬૧૯ વિકેટ લીધી છે, જ્યાં તેણે ૨.૬૯ની ઈકોનોમીથી રન આપ્યા છે. અનિલ કુંબલેએ ૩૧ વખત ચાર વિકેટ ઝડપી છે જ્યારે તેણે ૩૫ વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. અનિલ કુંબલે સિવાય અન્ય સાત બોલર છે જેમણે આ સિદ્ધિ મેળવી છે. અનિલ કુંબલે ઉપરાંત મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) ૮૦૦ વિકેટ, શેન વોર્ન (Shane Warn) ૭૦૮ વિકેટ, જેમ્સ એન્ડરસન (James Anderson) ૬૯૫ વિકેટ, સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) ૬૦૪ વિકેટ, ગ્લેન મેકગ્રા (Glenn McGrath) ૫૬૩ વિકેટ, કર્ટલી વોલ્શ (Curtly Walsh) ૫૧૯ વિકેટ અને નાથન લિયોને (Nathan Lyon) ૫૧૭ વિકેટ લીધી છે.


એટલું જ નહીં, રવિચંદ્રન અશ્વિન સૌથી ઓછા બોલમાં ૫૦૦ વિકેટ લેનારો વિશ્વનો બીજો બોલર બની ગયો છે. તેણે ૨૫૭૧૪ બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. મેકગ્રા તેનાથી આગળ છે. તેણે ૨૫૫૨૮ બોલમાં ઓછામાં ઓછી ૫૦૦ વિકેટ લીધી છે. જેમ્સ એન્ડરસને ૨૮૧૫૦ બોલમાં ૫૦૦ અને સ્ટુઅર્ટ બ્રોડે ૨૮૪૩૦ બોલમાં ૫૦૦ વિકેટ ઝડપી હતી.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2024 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK