ઉનડકટનો સમાવેશ ઑસ્ટ્રેલિયા સામેની ચાર મૅચોની સિરીઝ માટે ભારતીય ટીમમાં કરવામાં આવ્યો છે,
Ranji Trophy
જયદેવ ઉનડકટ
ગઈ કાલે ઇન્દોરના હોળકર સ્ટેડિયમમાં ઑલરાઉન્ડ પ્રદર્શનને આધારે બંગાળે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મધ્ય પ્રદેશને ૩૦૬ રનથી હરાવીને રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બંગાળ છેલ્લે ૧૯૮૯-’૯૦માં રણજી ટાઇટલ જીત્યું હતું. ૧૬મી ફેબ્રુઆરીએ કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં એની ટક્કર સૌરાષ્ટ્રની ટીમ સામે થશે, જેણે બીજી સેમી ફાઇનલમાં ગઈ કાલે કર્ણાટકને ચાર વિકેટથી હરાવ્યું હતું. સૌરાષ્ટ્ર પાંચમી વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે. ગઈ કાલે વિજય માટે ૧૧૫ રન તેણે છ વિકેટ ગુમાવીને મેળવ્યા હતા. કૅપ્ટન અર્પિત વસાવડાની ડબલ સેન્ચુરીને કારણે સૌરાષ્ટ્રે પહેલી ઇનિંગ્સમાં શાનદાર ૫૨૭ રન ફટકાર્યા હતા.
ઉનડકટ રમશે ફાઇનલ
ADVERTISEMENT
ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ભારતીય ટીમે રિલીઝ કર્યો છે, પરિણામે તે હવે સૌરાષ્ટ્ર તરફથી ફાઇનલ રમી શકશે. ઉનડકટનો સમાવેશ ઑસ્ટ્રેલિયા સામેની ચાર મૅચોની સિરીઝ માટે ભારતીય ટીમમાં કરવામાં આવ્યો છે, પરંતુ પહેલી મૅચમાં પ્લેઇંગ ઇલેવનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.