ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, સ્ટાર બૅટર અને કૅપ્ટન અંજિક્ય રહાણે અને ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર પણ ૪૨ વારની રણજી ચૅમ્પિયન ટીમ મુંબઈ માટે સેમી ફાઇનલમાં રમતા જોવા મળશે.
યશસ્વી જાયસવાલ
૧૭થી ૨૧ ફેબ્રુઆરી દરમ્યાન રણજી ટ્રોફીની વર્તમાન સીઝનની બે સેમી ફાઇનલ મૅચ રમાશે. અમદાવાદમાં ગુજરાત-કેરલા વચ્ચે પહેલી સેમી ફાઇનલ અને નાગપુરમાં વિદર્ભ-મુંબઈ વચ્ચે બીજી સેમી ફાઇનલ મૅચ રમાશે. ચૅમ્પિયન્સ ટ્રોફીની ભારતીય સ્કવૉડમાં યશસ્વી જાયસવાલ હવે નૉન-ટ્રાવેલિંગ રિઝર્વ પ્લેયર બન્યો છે, જેને કારણે તેણે સેમી ફાઇનલ મૅચમાં મુંબઈ માટે રમવાનું નક્કી કર્યું છે. તેની સાથે અન્ય રિઝર્વ પ્લેયર શિવમ દુબે, ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, સ્ટાર બૅટર અને કૅપ્ટન અંજિક્ય રહાણે અને ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર પણ ૪૨ વારની રણજી ચૅમ્પિયન ટીમ મુંબઈ માટે સેમી ફાઇનલમાં રમતા જોવા મળશે.

