Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રણજી ફાઇનલ માટે ઈડનમાં ગ્રીન-ટૉપ પિચ

રણજી ફાઇનલ માટે ઈડનમાં ગ્રીન-ટૉપ પિચ

Published : 15 February, 2023 02:30 PM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેમી ફાઇનલમાં કર્ણાટકને ૪ વિકેટે હરાવનાર સૌરાષ્ટ્રના પેસ બોલર્સમાં જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, ચિરાગ જાની, કુશાંગ પટેલ અને પ્રેરક માંકડનો સમાવેશ છે.

રણજી ફાઇનલ માટે ઈડનમાં ગ્રીન-ટૉપ પિચ

Ranji Trophy

રણજી ફાઇનલ માટે ઈડનમાં ગ્રીન-ટૉપ પિચ


કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં આવતી કાલે સૌરાષ્ટ્ર અને બેન્ગોલ વચ્ચે રણજી ટ્રોફીની જે પાંચ-દિવસીય ફાઇનલ રમાવાની છે એ માટે ગ્રીન-ટૉપ પિચ બનાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર માટે જીતવું થોડું મુશ્કેલ બનશે, કારણ કે પેસ બોલિંગ બેન્ગોલની ટીમનું મુખ્ય શસ્ત્ર છે અને વર્તમાન રણજી સીઝનમાં સૌથી વધુ વિકેટ એના પેસ બોલર્સ લઈ ચૂક્યા છે. અભિમન્યુ ઈશ્વરનના સુકાનમાં રમનારી બેન્ગોલની ટીમનો ફાસ્ટ બોલર્સ આકાશદીપ (૩૭ વિકેટ), ઈશાન પોરેલ (૨૪ વિકેટ) અને મુકેશ કુમાર (૧૮ વિકેટ) પર સૌથી વધુ મદાર છે.


ઈડનના પિચ-ક્યુરેટર સુજન મુખરજીએ ગઈ કાલે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘બેન્ગોલની પેસ બોલિંગ સૌરાષ્ટ્ર કરતાં ઘણી સારી છે એટલે હવે પિચ પરથી વધુ ઘાસ નહીં કાપવામાં આવે. ઈડનમાં હંમેશાં રમતના દિવસે પહેલો અને છેલ્લો કલાક સીમ મૂવમેન્ટ માટે જાણીતો છે.’



બેન્ગોલ છેલ્લે ૧૯૮૯-’૯૦માં ઈડનમાં જ રણજી ચૅમ્પિયન બન્યું હતું અને એટલે જ આવતી કાલે ઈડનની બેલ ૧૯૯૦ની બેન્ગોલની ટીમના કૅપ્ટન સંબરન બૅનરજી વગાડશે. સેમી ફાઇનલમાં કર્ણાટકને ૪ વિકેટે હરાવનાર સૌરાષ્ટ્રના પેસ બોલર્સમાં જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, ચિરાગ જાની, કુશાંગ પટેલ અને પ્રેરક માંકડનો સમાવેશ છે.


કમનસીબે બેન્ગોલ ૨૦૨૦ અને ૨૦૨૨માં જરાક માટે રણજી ટ્રોફી ચૂકી ગયું, પરંતુ આ વખતે જીતશે જ એવી મને ખાતરી છે. હું માનું છું કે પાંચ વર્ષમાં બે વાર તો જીતશે જ. - અરુણ લાલ


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2023 02:30 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK