જ્યારે ટીમે એનું પહેલું ટાઇટલ જીત્યું હતું. ગુજરાત ૧૯૫૦-’૫૧માં પણ રણજી ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ એ સમયે ટીમ બીજા ક્રમે રહી હતી.
ગુજરાતના જયમીત પટેલે શાનદાર ૭૪ રન કર્યા હતા.
કેરલાના પ્રથમ દાવમાં ૪૫૭ રનના જવાબમાં ગુજરાતે રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ની સેમી-ફાઇનલના ચોથા દિવસે ૭ વિકેટે ૪૨૯ રન બનાવ્યા છે. ચોથા દિવસે ગુજરાતે ૨૨૨/૧ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ઓપનર પ્રિયાંક પંચાલ ૨૩૭ બૉલમાં ૧૮ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૪૮ રનની ઇનિંગ્સ રમ્યો હતો. ત્યાર બાદ મિડલ ઑર્ડર બૅટર જયમીત પટેલ (૧૬૧ બૉલમાં ૭૪ રન અણનમ) અને બૅટિંગ ઑલરાઉન્ડર સિદ્ધાર્થ દેસાઈ (૧૩૪ બૉલમાં ૨૪ રન અણનમ) વચ્ચે આઠમી વિકેટ માટે ૭૨ રનની અણનમ ભાગીદારીની મદદથી ગુજરાત પોતાની ત્રીજી રણજી ફાઇનલની નજીક પહોંચી ગયું છે. ત્રીજા દિવસની રમતમાં ઓપનર આર્ય દેસાઈએ પણ ૧૧૮ બૉલમાં ૭૩ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને વિકેટ ગુમાવી હતી.
હવે, ગુજરાતની આજે અંતિમ દિવસે ત્રણ વિકેટ બાકી છે અને એ પ્રથમ દાવના આધારે લીડ લેવાથી માત્ર ૨૯ રન દૂર છે. મૅચનો નિર્ણય પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે થવાની સંભાવના હોવાથી જયમીત અને સિદ્ધાર્થ કેરલાના સ્કોરની નજીક જવા અને ૨૦૧૬-’૧૭ની સીઝન પછી ફરી રણજી ટ્રોફી ફાઇનલમાં પોતાની ટીમને લઈ જવાનો પ્રયાસ કરશે, જ્યારે ટીમે એનું પહેલું ટાઇટલ જીત્યું હતું. ગુજરાત ૧૯૫૦-’૫૧માં પણ રણજી ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ એ સમયે ટીમ બીજા ક્રમે રહી હતી.

