Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શાર્દૂલ ઠાકુરે સેન્ચુરી ફટકારીને લાજ રાખી

શાર્દૂલ ઠાકુરે સેન્ચુરી ફટકારીને લાજ રાખી

Published : 25 January, 2025 08:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલનું બીજી ઇનિંગ્સમાં પણ સામાન્ય પ્રદર્શન; શ્રેયસ ઐયર, અજિંક્ય રહાણે અને શિવમ દુબે પણ પાછા ફ્લૉપ : જોકે મુંબઈ પાસે હવે ૧૮૮ રનની લીડ

શાર્દૂલ ઠાકુરે ૧૭ ચોગ્ગાની મદદથી ૧૧૯ બૉલમાં ફટકાર્યા છે ૧૧૩ રન. સેન્ચુરી ફટકાર્યા બાદ શાર્દૂલે શાનદાર ઉજવણી કરી હતી.  (તસવીરો : અનુરાગ અહિરે)

શાર્દૂલ ઠાકુરે ૧૭ ચોગ્ગાની મદદથી ૧૧૯ બૉલમાં ફટકાર્યા છે ૧૧૩ રન. સેન્ચુરી ફટકાર્યા બાદ શાર્દૂલે શાનદાર ઉજવણી કરી હતી. (તસવીરો : અનુરાગ અહિરે)


રણજી ટ્રોફી મૅચમાં જમ્મુ-કાશ્મીર સામે આઉટ ઑફ ફૉર્મ મુંબઈની ટીમે શાનદાર વાપસી કરી છે. પહેલી ઇનિંગ્સમાં ૧૨૦ રન કરનાર મુંબઈ સામે મહેમાન ટીમે ૪૬.૩ ઓવરમાં ૨૦૬  રન બનાવ્યા હતા. બીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગ્સમાં ૬૭ ઓવરમાં ૭ વિકેટે ૨૭૪ રન કરીને મુંબઈએ ૧૮૮ રનની લીડ મેળવી વાપસીનો પ્રયાસ કર્યો છે.


રોહિત શર્મા (૨૮ રન) અને યશસ્વી જાયસવાલ (૨૬ રન)એ બીજી ઇનિંગ્સમાં પહેલી વિકેટ માટે ૫૪ રન ઉમેર્યા હતા, પરંતુ એક વાર ભાગીદારી તૂટી ગઈ પછી ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. મુંબઈનો સ્કોર વિના વિકેટે ૫૪ પરથી ૭ વિકેટે ૧૦૧ થઈ ગયો એ પછી શાર્દૂલ ઠાકુર (૧૧૩ રન અણનમ) અને તનુષ કોટિયને (૫૮ રન અણનમ) આઠમી વિકેટ માટે ૧૭૩ રનની પાર્ટનરશિપ કરીને ઇનિંગ્સ સંભાળી હતી. આજે તેઓ જ ત્રીજા દિવસની રમતની શરૂઆત કરતા જોવા મળશે. ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા શાર્દૂલ ઠાકુરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની બીજી સેન્ચુરી નોંધાવીને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું હતું.



રોહિત શર્માને કમબૅક મૅચમાં આઉટ કરનાર બોલર ઉમર નઝીર મીર છે તેનો જબરો ફૅન


ભારતીય કૅપ્ટન રોહિત શર્મા પોતાની ડોમેસ્ટિક ક્રિકેટની કમબૅક મૅચમાં જમ્મુ-કાશ્મીર સામે પહેલી ઇનિંગ્સમાં ત્રણ રન અને બીજી ઇનિંગ્સમાં ૨૮ રન બનાવી શક્યો હતો. બન્ને ઇનિંગ્સમાં તે ફાસ્ટ બોલર સામે કૅચઆઉટ થયો હતો જેમાંથી પહેલી ઇનિંગ્સમાં તેને આઉટ કરનાર ફાસ્ટ બોલર ઉમર નઝીર મીરે કુલ ૬ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.


બૉલ સ્વિંગ કરવાની પોતાની ક્ષમતાથી પ્રભાવિત કરનાર આ બોલર રોહિત શર્માનો મોટો ફૅન છે. ભારતીય કૅપ્ટનની વિકેટ લીધા બાદ તેણે તેની ઉજવણી નહોતી કરી, કારણ કે રોહિત શર્માનો મોટો ચાહક છે અને સૌકોઈ જાણે છે કે રોહિત શર્મા ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે માત્ર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે જો અમે આ મૅચ જીતીશું તો એ ગર્વની પળ હશે, કારણ કે ભારતીય ટીમનો કૅપ્ટન હરીફ ટીમમાં છે.

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2025 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK