રણજી ટ્રોફીની આગામી મૅચો માટે દિલ્હીની ૨૧ સભ્યોની ટીમમાં વિકેટકીપર-બૅટર રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રિષભ પંત, વિરાટ કોહલી
રણજી ટ્રોફીની આગામી મૅચો માટે દિલ્હીની ૨૧ સભ્યોની ટીમમાં વિકેટકીપર-બૅટર રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ટીમમાં વિરાટ કોહલીના નામનો સમાવેશ નથી. અગાઉ એવી વાતો હતી કે વિરાટ પણ રણજી ટ્રોફીની મૅચો રમશે, પણ ગરદનમાં દુખાવો છે એવું કહીને તેણે અત્યારે ડોમેસ્ટિક ક્રિકેટથી દૂર રહેવાની ઇચ્છા જતાવી હતી.