અગરતલામાં રમાયેલી ત્રિપુરા અને મુંબઈ વચ્ચેની રણજી મૅચ ડ્રૉ રહી હતી. ૧૨૩/૬ના સ્કોર પર બીજી ઇનિંગ્સ ડિક્લેર કરીને કૅપ્ટન અજિંક્ય રહાણેએ ત્રિપુરાને ૨૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ત્રિપુરા અને મુંબઈ વચ્ચેની રણજી મૅચ
અગરતલામાં રમાયેલી ત્રિપુરા અને મુંબઈ વચ્ચેની રણજી મૅચ ડ્રૉ રહી હતી. ૧૨૩/૬ના સ્કોર પર બીજી ઇનિંગ્સ ડિક્લેર કરીને કૅપ્ટન અજિંક્ય રહાણેએ ત્રિપુરાને ૨૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. રમતમાં પચાસથી ઓછી ઓવર બાકી હતી અને ૨૭૨ રનનો પીછો કરતાં ત્રિપુરાના ઓપનર્સે બાવીસ ઓવરમાં ૪૮ રન ફટકાર્યા હતા ત્યારે જ રમતનો દોઢ કલાક બાકી હોવાથી ત્રિપુરાએ ડ્રૉ માટે હાથ મિલાવ્યો હતો.
રણજીની ગ્રુપ-સ્ટેજની મૅચ ચાર દિવસ અને નૉકઆઉટ મૅચ પાંચ દિવસની હોય છે. પહેલી ઇનિંગ્સની લીડના આધારે મુંબઈએ ત્રણ પૉઇન્ટ મેળવ્યા હતા. ગ્રુપ Aમાં ૯ પૉઇન્ટ સાથે મુંબઈ અને ત્રિપુરાની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં એકસાથે ત્રીજા સ્થાને છે.
ADVERTISEMENT
પહેલી ઇનિંગ્સમાં મુંબઈ ૪૫૦ અને ત્રિપુરા ૩૦૨ રને ઑલઆઉટ થયા હતા. બરોડા સામેની રણજી મૅચમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ૨૧ વર્ષનો હિમાંશુ વીર સિંહ આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો છે. તેણે ત્રિપુરા સામે ૫૯ રન ફટકાર્યા હતા અને ૬ વિકેટ પણ ઝડપી હતી. મુંબઈ બરોડા સામે ૮૪ રને મૅચ હાર્યું હતું અને મહારાષ્ટ્ર સામે ૯ વિકેટે બીજી મૅચ જીત્યું હતું. મુંબઈની આગામી રણજી મૅચ ઓડિશા સામે ૬ નવેમ્બરથી શરૂ થશે.