પાંચ વિકેટને કારણે બંગાળે લીધી કુલ ૩૨૭ રનની લીડ
Ranji Trophy
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
બંગાળના ફાસ્ટ બોલર આકાશદીપે રણજી ટ્રોફીની સેમી ફાઇનલ મૅચના ત્રીજા દિવસે લીધેલી પાંચ વિકેટને કારણે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મધ્ય પ્રદેશની હાલત કફોડી બની ગઈ છે. ૪૨ રનમાં પાંચ વિકેટ લેનાર આકાશદીપે ઝારખંડ સામેની ક્વૉર્ટર ફાઇનલ જીતવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મધ્ય પ્રદેશ માટે શાનદાર રમત દેખાડનાર સારાંશ જૈન (૬૫)ને આઉટ કર્યો એ પછી બીજા જ બૉલમાં કુમાર કાર્તિકેયને આઉટ કર્યો હતો. આમ મધ્ય પ્રદેશની સમગ્ર ટીમ ૧૭૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: મધ્ય પ્રદેશ સામે બંગાળની સ્થિતિ મજબૂત
ADVERTISEMENT
બંગાળે પહેલી ઇનિંગ્સમાં ૨૬૮ રનની વિશાળ લીડ છતાં કૅપ્ટન મનોજ તિવારીએ ફૉલોઑન આપવાનું ટાળ્યું હતું. બંગાળે બે વિકેટે ૫૯ રનનો સ્કોર કરતાં કુલ લીડ ૩૨૭ રનની થઈ હતી.