ઑસ્ટ્રેલિયા આ શ્રેણી ૨-૦થી જીતી ચૂકી છે અને હવે પછી ફેબ્રુઆરી-માર્ચમાં એનો ભારત સામે ચાર ટેસ્ટની સિરીઝમાં મુકાબલો છે
મેઘરાજાએ ઑસ્ટ્રેલિયા માટે ફાઇનલની આસાન એન્ટ્રી મુશ્કેલ બનાવી દીધી
સિડનીમાં ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટની ત્રીજા દિવસની રમત વરસાદ અને બૅડલાઇટને કારણે ધોવાઈ જતાં અને હવામાન હજી પણ ખરાબ હોવાથી ઑસ્ટ્રેલિયાને ૩-૦થી વાઇટવૉશ કરવાની કદાચ તક નહીં મળે, જેને કારણે એ હવે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલમાં આસાનીથી નહીં પ્રવેશી શકે. ઑસ્ટ્રેલિયા આ શ્રેણી ૨-૦થી જીતી ચૂકી છે અને હવે પછી ફેબ્રુઆરી-માર્ચમાં એનો ભારત સામે ચાર ટેસ્ટની સિરીઝમાં મુકાબલો છે. ગુરુવારે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઑસ્ટ્રેલિયાનો પ્રથમ દાવનો સ્કોર ૪ વિકેટે ૪૭૫ રન હતો અને પ્રથમ ડબલ સેન્ચુરી તરફ જઈ રહેલો ઓપનર ઉસમાન ખ્વાજા ૧૯૫ રને નૉટઆઉટ હતો અને ગઈ કાલે બિલકુલ રમત ન થતાં ત્યાં જ અટક્યો હતો.