ભારતના અનેક ખેલાડી છેલ્લા કેટલાક મહિનાથી ઈજાને કારણે મુશ્કેલીમાં છે. જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ કમબૅક કરી લીધું છે અને બન્ને આયર્લેન્ડમાં ટી૨૦ (T20 Series) રમશે
ફાઇલ તસવીર
ભારતના અનેક ખેલાડી છેલ્લા કેટલાક મહિનાથી ઈજાને કારણે મુશ્કેલીમાં છે. જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ કમબૅક કરી લીધું છે અને બન્ને આયર્લેન્ડમાં ટી૨૦ (T20 Series) રમશે. તો, કેઅલ રાહુલ અને શ્રેયસ અય્યર નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિકવરી પ્રૉસિઝરમાંથી પસાર થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડિઝમાં પાંચ ટી20 મેચની સિરીઝમાં 2-3થી હારી ગઈ. ટીમ ઈન્ડિયા 2017 બાદ પહેલીવાર વેસ્ટઈન્ડિઝ સામે કોઈ ટી20 સિરીઝ (T20 Series)માં હારી છે, પણ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) આને લઈને વધારે ચિંતામાં નથી. તેમનું ધ્યાન હવે એશિયા કપ અને વિશ્વ કપ પર છે. દ્રવિડે કહ્યું કે ટી20થી વનડેની ટીમ અલગ હશે. ભારતીય કોચે આ વાતના પણ સંકેત આપ્યા છે કે આગામી એશિયા કપમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ભારતના અનેક ખેલાડી છેલ્લા કેટલાક મહિનાથી ઈજાને કારણે હેરાન થઈ રહ્યા છે. જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ કમબૅક કર્યું છે અને બન્ને આયરલેન્ડમાં ટી20 રમશે. તો, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં રિકવરીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. ઋષભ પંત પણ કાર દુર્ઘટના બાદ એનસીએમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે, પણ તેમનું કમબૅક મુશ્કેલ છે. રાહુલ અને અય્યર વિશે કહેવામાં આવી રહ્યું છે કે બન્ને ખેલાડી ટૂંક સમયમાં જ ટીમમાં કમબૅક કરશે અને તેમના એશિયા કપમાં રમવાની વધારે આશાઓ છે.
23 ઑગસ્ટથી બેંગલુરુમાં શરૂ થશે શિબિર
ટીમ ઈન્ડિયા (Indian Cricket Team)નું ધ્યાન હવે એશિયા કપ અને વિશ્વકપ પહેલા વનડે ક્રિકેટ પર કેન્દ્રિત રહેશે. દ્રવિડે સંકેત આપ્યા કે જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર સહિત ઈજાગ્રસ્ત ખેલાડીઓને એશિયા કપમાં તક આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું, "અમારા કેટલાક ખેલાડી ઈજામાંથી સ્વસ્થ થયા બાદ કમબૅક કરી રહ્યા છે. અમારે તેમને એશિયા કપમાં તક આપવાની રહેશે. એશિયા કપ માટે 23 ઑગસ્ટથી બેંગ્લુરુમાં અમારી એક સાપ્તાહિક શિબિર શરૂ થશે. અમે ત્યાં આ મામલે ધ્યાન આપીશું."
કોચે ડેબ્યૂ કરનારા ખેલાડીઓના કર્યા વખાણ
તિલક વર્મા, યશસ્વી જાયસવાલ અને મુકેશ કુમારે ટી-20 સિરીઝમાં ડેબ્યૂ કર્યો. દ્રવિડ (Rahul Dravid) આ ત્રણેયના પ્રદર્શનથી પ્રભાવિત છે. દ્રવિડે કહ્યું, "મારું માનવું છે કે ડેબ્યૂ કરનારા ત્રણેય ખેલાડીઓએ પોતાની જવાબદારી સારી રીતે ભજવી. યશસ્વી જાયસવાલે ચોથી મેચમાં શાનદાર કમબૅક કર્યું. તેણે બતાવ્યું કે જે તેણે આઈપીએલમાં કર્યું હતું તે એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી કરી શકે છે. તિલક વર્માએ મિડલ ઑર્ડરમાં ખરેખર સારું પ્રદર્શન કર્યું. તેણે કેટલીક જગ્યાએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં બૅટિંગ કરી પણ તેણે પોતાના ઈરાદા બતાવ્યા અને પૉઝિટીવ બૅટિંગ કરી. મુકેશે આ પ્રવાસમાં બધા ફોરમેટમાં પદાર્પણ કર્યું અને મને લાગે છે કે તેણે ખૂબ જ સારી રીતે સામંજસ્ય બેસાડ્યું."
દ્રવિડ નીચેના ઑર્ડરની બૅટિંગ કરવા માગે છે મજબૂત
દ્રવિડે (Rahul Dravid) નીચલા ક્રમની બેટિંગને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ભારત આ શ્રેણીમાં અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને મુકેશ કુમાર સાથે ગયું હતું, જેણે તેમની નીચલા ક્રમની બેટિંગ નબળી પાડી હતી. ઑલરાઉન્ડર અક્ષર પટેલ સાતમા નંબરે બેટિંગ કરવા ઊ તર્યો હતો. નિર્ણાયક મેચમાં ભારત ડેથ ઑ વરોમાં ઝડપી સ્કોર કરી શક્યું ન હતું. ભારતીય ટીમે નવ વિકેટે 165 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે બે ઑવર બાકી રહેતા જીત મેળવી હતી.
દ્રવિડે કહ્યું કે, “અમે અહીં જે ટીમને મેદાનમાં ઉતારી હતી તેણે અમને ટીમ કમ્પૉઝિશન બદલવાની આઝાદી આપી ન હતી, પરંતુ હું માનું છું કે એવા કેટલાક ક્ષેત્રો છે જેમાં આપણે વધુ સારું કરી શકીએ છીએ. બેટિંગમાં ઊંડાણ ઉમેરવું એ એક એવું ક્ષેત્ર છે જેના પર અમે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અમારી બોલિંગને નબળી ન પાડી શકીએ, પરંતુ અમારે ખાતરી કરવી પડશે કે અમારી બેટિંગમાં થોડી ઊંડાઈ છે.”