ગયા વર્ષે ઑગસ્ટથી તે શૉ ઘૂંટણની ઈજાને લીધે ક્રિકેટથી દૂર રહ્યો : સર્જરી બાદ એનસીએમાં રીહૅબ કરી રહ્યો હતો
પૃથ્વી શૉ
ભારતના ઓપનર પૃથ્વી શૉ માટે સારા સમાચાર છે. છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલો પૃથ્વી શૉ હવે મેદાનમાં વાપસી કરી રહ્યો છે. તે રણજી ટ્રોફી ૨૦૨૩-’૨૪માં ગ્રુપ-બી મૅચમાં મુંબઈ અને બંગાળ વચ્ચેની મૅચમાં રમશે. જોકે આ સમય દરમ્યાન પૃથ્વી શૉ ઈજાને કારણથી અને ઑફ ધ ફીલ્ડ વિવાદને કારણે પણ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો.ગયા વર્ષે ઑગસ્ટમાં પૃથ્વી શૉ ઘૂંટણની ઈજાને કારણે ક્રિકેટના મેદાનથી બહાર થઈ ગયો હતો. પૃથ્વી શૉ ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તેને ઈજા પહોંચી હતી. સર્જરી બાદ તે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં રીહૅબ કરી રહ્યો હતો. થોડા દિવસ પહેલાં જ નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીએ પૃથ્વી શૉને ફિટ જાહેર કર્યો હતો.