મુંબઈમાં જન્મેલાે વસીમ જાફર કહે છે, ‘યુવા પ્લેયર્સ આ અનુભવી ક્રિકેટર્સ પાસેથી ઇન્ટરનૅશનલ ક્રિકેટર બનવા અને સફળતા પ્રાપ્ત કરવા વિશે શીખી શકે છે
પંજાબની ડોમેસ્ટિક ટીમના હેડ કોચ વસીમ જાફર
પંજાબની ડોમેસ્ટિક ટીમના હેડ કોચ વસીમ જાફરે રણજી ટ્રોફીમાં અનુભવી ક્રિકેટર્સની હાજરીને લઈને મહત્ત્વની કમેન્ટ કરી છે. મુંબઈમાં જન્મેલાે વસીમ જાફર કહે છે, ‘યુવા પ્લેયર્સ આ અનુભવી ક્રિકેટર્સ પાસેથી ઇન્ટરનૅશનલ ક્રિકેટર બનવા અને સફળતા પ્રાપ્ત કરવા વિશે શીખી શકે છે. તેઓ આ પ્લેયર્સનો રમત પ્રત્યેનો અભિગમ સમજી શકે છે. આ ખૂબ જ પ્રેરણાદાયક છે. અમારી પંજાબની ટીમમાં ઘણા યુવા પ્લેયર્સ છે જે શુભમન ગિલને નજીકથી જોઈને શીખી શકશે.’
૪૬ વર્ષનો વસીમ જાફર ભારતનો ટૉપ-ક્લાસ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર રહ્યો છે. તેણે ૨૦૦૦થી ૨૦૦૮ સુધી ભારતીય ટીમ માટે ૩૧ ટેસ્ટ-મૅચ અને બે વન-ડે મૅચ રમી છે.