સૌરવ ગાંગુલીએ ઠાલવી હૈયાવરાળ
સૌરવ ગાંગુલી
ભારતીય ટીમ T20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીની વિચિત્ર ફરિયાદ સામે આવી છે. જૂના ઘા યાદ કરીને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ દિલની વાત સૌની સામે મૂકી હતી. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘જ્યારે મેં રોહિત શર્માને કૅપ્ટન્સી સોંપી ત્યારે મારી ટીકા થઈ હતી, પરંતુ હવે જ્યારે આપણે તેની કૅપ્ટન્સીમાં ટ્રોફી જીતી ત્યારે કોઈ મને ટ્રોલ નથી કરી રહ્યું. કોઈ મને એનું શ્રેય નથી આપી રહ્યું. લોકો ભૂલી ગયા છે કે મેં જ તેને કૅપ્ટન બનાવ્યો હતો.’
૨૦૨૧માં વિરાટ કોહલીના રાજીનામા બાદ ગાંગુલીએ રોહિતને કૅપ્ટન બનાવ્યો હતો અને રવિ શાસ્ત્રીના કાર્યકાળના અંત પછી રાહુલ દ્રવિડને ટીમના હેડ કોચની જવાબદારી પણ સોંપી હતી. બોર્ડના પ્રેસિડન્ટ હતા એ સમયે દાદાએ સહન કરેલી ટીકાઓનું દુઃખ હાલમાં છલકાયું હોય એવું લાગી રહ્યું છે.