રોહિત શર્મા બાદ હવે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ પણ બીજી વાર પપ્પા બનવાનો છે.
પૅટ કમિન્સ તેની પત્ની બેકી બૉસ્ટન કમિન્સ
બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ના રોમાંચ વચ્ચે ભારત અને ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન્સના ઘરે બીજી વાર પારણું બંધાઈ રહ્યું છે. રોહિત શર્મા બાદ હવે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ પણ બીજી વાર પપ્પા બનવાનો છે. તેની પત્ની બેકી બૉસ્ટન કમિન્સે પતિ અને બેબી-બમ્પ સાથે એક સરસ મજાનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. ૨૦૨૦માં સગાઈ કરનારા આ કપલને ત્યાં ઑક્ટોબર ૨૦૨૧માં દીકરા ઍલ્બીનો જન્મ થયો હતો. આગામી વર્ષની શરૂઆતમાં તેમના ઘરે બીજા સંતાનના આગમનની સંભાવના છે.