પાકિસ્તાન તરફથી શરૂઆતમાં બૅટિંગ-યુનિટના ધબડકા બાદ બોલિંગ-યુનિટે પહેલા દિવસે રમતમાં વાપસી કરાવી હતી
સાઉથ આફ્રિકાના પીટરસને પાંચ વિકેટ લીધી હતી
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચમાં પાકિસ્તાન ટૉસ હારીને બૅટિંગ માટે ઊતર્યા બાદ ૫૭.૩ ઓવરમાં ૨૧૧ રન બનાવી શક્યું હતું. જવાબમાં દિવસના અંતે બાવીસ ઓવરમાં સાઉથ આફ્રિકાએ ૮૨ રનમાં ૩ વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાન તરફથી શરૂઆતમાં બૅટિંગ-યુનિટના ધબડકા બાદ બોલિંગ-યુનિટે પહેલા દિવસે રમતમાં વાપસી કરાવી હતી.

