Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ

આજથી પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ

Published : 07 October, 2024 10:46 AM | Modified : 07 October, 2024 11:24 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાની ટીમ ફેબુઆરી ૨૦૨૧ બાદ ઘરઆંગણે એક પણ ટેસ્ટ જીતી શકી નથી, છેલ્લાં ૬ વર્ષથી ટેસ્ટમાં પાકિસ્તાન સામે હાર્યું નથી ઇંગ્લૅન્ડ

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાનના ટેસ્ટ-કૅપ્ટન્સ

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાનના ટેસ્ટ-કૅપ્ટન્સ


આજથી મુલતાનમાં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે. ઈજાગ્રસ્ત બેન સ્ટોક્સના સ્થાને ઓલી પોપ ઇંગ્લૅન્ડની કમાન સંભાળશે, જ્યારે પાકિસ્તાની ટેસ્ટ-કૅપ્ટન શાન મસૂદ પોતાની કૅપ્ટન્સીમાં ટીમને પહેલી જીત અપાવવા પર નજર રાખશે.


ઇંગ્લૅન્ડની ટીમે ૨૦૨૨-’૨૩માં પાકિસ્તાન આવીને ૩-૦થી ટેસ્ટ-સિરીઝ જીતી હતી. પાકિસ્તાનની ટીમ મે ૨૦૧૮થી ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ જીતી શકી નથી.  પાકિસ્તાન છેલ્લે ૬ વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડ સામે લૉર્ડ્‍‍સમાં ટેસ્ટ-મૅચ જીત્યું હતું. ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાનની ટીમ ૨૦૧૫-’૧૬ બાદથી ટેસ્ટ-સિરીઝ પણ જીતી શકી નથી. 



ફેબ્રુઆરી ૨૦૨૧માં ઘરઆંગણે સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ આ ટીમ પોતાની જ ધરતી પર ટેસ્ટ-જીત મેળવી શકી નથી. ત્યારથી હમણાં સુધીની ઘરઆંગણાની ૧૦ ટેસ્ટમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ૨૦૨૧ બાદ આ ટીમ કુલ ૨૩ ટેસ્ટ રમી છે જેમાંથી માત્ર ૮ ટેસ્ટમાં ટીમને જીત મળી છે, જ્યારે ૧૧ મૅચમાં હાર મળી અને ચાર મૅચ ડ્રૉ રહી હતી. 


હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ - ૮૯
ઇંગ્લૅન્ડની જીત - ૨૯
પાકિસ્તાનની જીત - ૨૧
ડ્રૉ - ૩૯


ભારતમાં ટેલિકાસ્ટ નહીં થાય, ફૅનકોડ ઍપ પર લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2024 11:24 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK