Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે પાકિસ્તાનની ટીમમાં કરાયા ૭ ફેરફાર

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે પાકિસ્તાનની ટીમમાં કરાયા ૭ ફેરફાર

Published : 12 January, 2025 02:55 PM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્કલોડ મૅનેજમેન્ટના ભાગરૂપે આમિર જમાલ, મોહમ્મદ અબ્બાસ, મીર હમઝા અને નસીમ શાહની ઝડપી બોલિંગ ચોકડીને આરામ આપવામાં આવ્યો છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ-ટીમ ૧૮ વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટ-સિરીઝ રમવા આવી છે. ૧૭થી ૨૯ જાન્યુઆરી દરમ્યાન આયોજિત આ ટેસ્ટ-સિરીઝ માટે યજમાન ટીમે ગઈ કાલે ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી હતી જેમાં ૭ મોટા ફેરફાર જોવા મળ્યા છે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-સિરીઝ હારીને આવેલી ટીમમાંથી કૅપ્ટન શાન મસૂદ, બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા પ્લેયર્સ આ સિરીઝમાં રમશે.


વર્કલોડ મૅનેજમેન્ટના ભાગરૂપે આમિર જમાલ, મોહમ્મદ અબ્બાસ, મીર હમઝા અને નસીમ શાહની ઝડપી બોલિંગ ચોકડીને આરામ આપવામાં આવ્યો છે. ઓપનર સૈમ અયુબ અને વિકેટકીપર-બૅટર હસીબુલ્લાહ ખાનને ઇન્જરીને કારણે અને ટૉપ ઑર્ડર બૅટર અબદુલ્લા શફીકને ખરાબ ફૉર્મને કારણે ટીમમાં સ્થાન નથી મળ્યું.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2025 02:55 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK