જપાન, પાકિસ્તાન, સ્કૉટલૅન્ડ, આયરલૅન્ડ, બંગલાદેશ, થાઇલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનારી આ ક્વૉલિફાયર ટુર્નામેન્ટની તારીખ અને વેન્યુ અંગે પાકિસ્તાન બોર્ડ ICCના સંપર્કમાં છે.
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ વધુ એક ICC ટુર્નામેન્ટની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતમાં આયોજિત 2025ના વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ માટેની ક્વૉલિફાયર લીગ પાકિસ્તાનમાં રમાશે. જપાન, પાકિસ્તાન, સ્કૉટલૅન્ડ, આયરલૅન્ડ, બંગલાદેશ, થાઇલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનારી આ ક્વૉલિફાયર ટુર્નામેન્ટની તારીખ અને વેન્યુ અંગે પાકિસ્તાન બોર્ડ ICCના સંપર્કમાં છે.
આ ક્વૉલિફાયર ટુર્નામેન્ટની વર્લ્ડ કપની અંતિમ બે ટીમ સિલેક્ટ થશે. ભારતે યજમાન તરીકે વર્લ્ડ કપની ટિકિટ પહેલેથી જ મેળવી લીધી છે. બાકીની પાંચ ટીમો ICC વિમેન્સ ચૅમ્પિયનશિપથી નક્કી થઈ ગઈ છે જેમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકાએ સ્થાન મેળવ્યું છે.
ADVERTISEMENT
પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફ પહેલી વાર પપ્પા બન્યો
પાકિસ્તાની ક્રિકેટ ટીમના ૩૧ વર્ષના ફાસ્ટ બોલર હારિસ રઉફની પત્ની મુઝના મસૂદ મલિકે હાલમાં દીકરાને જન્મ આપ્યો છે. તેમણે પોતાના પહેલા સંતાનને મોહમ્મદ મુસ્તફા હારિસ નામ આપ્યું છે. ડિસેમ્બર ૨૦૨૨માં આ પાકિસ્તાની ક્રિકેટરે પોતાની ક્લાસમેટ અને મૉડલ મુઝના સાથે નિકાહ કર્યાં છે. તેણે નવજાત દીકરા સાથે ફોટો કર્યો હતો શૅર.

