તે ઑગસ્ટમાં ફરી પ્રૅક્ટિસ કરતો થઈ જશે એવો બીસીસીઆઇના મેડિકલ સ્ટાફનો અંદાજ છે.
જસપ્રીત બુમરાહ
અમદાવાદમાં રહેતા ભારતના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સોમવારે ન્યુ ઝીલૅન્ડમાં પીઠમાં સર્જરી કરાવી હતી અને તે ઑગસ્ટમાં ફરી પ્રૅક્ટિસ કરતો થઈ જશે એવો બીસીસીઆઇના મેડિકલ સ્ટાફનો અંદાજ છે. આ વર્ષે ઑક્ટોબરમાં ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ રમાશે અને એ પહેલાં બુમરાહ ૧૦૦ ટકા ફિટ થઈ જશે એવું ચોક્કસપણે માનવામાં આવે છે.
બુમરાહ માર્ચના અંત સુધી ન્યુ ઝીલૅન્ડમાં જ રહેશે. તે છેલ્લે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રમ્યો હતો. જાન્યુઆરીમાં ઘરઆંગણે શ્રીલંકા સામેની સિરીઝથી તેણે કમબૅક કરવાની કોશિશ કરી હતી, પણ પીઠમાં ફરી દુખાવો શરૂ થતાં તેણે ત્યારે રમવાનું માંડી વાળ્યું હતું. તે ૩૧ માર્ચે શરૂ થનારી આઇપીએલમાં તેમ જ (ભારત ફાઇનલમાં આવે તો) જૂનની ટેસ્ટના વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં પણ નહીં રમી શકે.