વેદાંશ પટેલ (૪ મૅચમાં ૧૨૫ રન)ને બેસ્ટ બૅટરનો અને સમીર શાહ (૧૦ વિકેટ અને ૧૦૦ રન)ને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ઘાટકોપર જૉલી જિમખાના પ્રીમિયર લીગમાં વન ફૉર્સ ટીમ ચૅમ્પિયન
ઘાટકોપર જૉલી જિમખાના પ્રીમિયર લીગમાં વન ફૉર્સની ટીમે નીલ સિદ્ધિ કપ જીતી લીધો છે. ફાઇનલમાં વન ફૉર્સ ટીમે ૧૦ ઓવરમાં સમીર શાહ (૧૪ બૉલમાં ૩૮) અને મિહિર માન્ગે (૨૩ બૉલમાં ૩૮)નાં યોગદાનોની મદદથી બે વિકેટે ૧૨૭ રન બનાવ્યા હતા. મા આશાપુરા ટીમ કલ્પેશ કોઠારી (૮ બૉલમાં અણનમ ૨૮) અને યશ કોઠારી (૧૮ બૉલમાં ૨૮)નાં મુખ્ય યોગદાનો સાથે ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૧૨૪ રન બનાવી શકતાં ફક્ત ૩ રનથી વન ફૉર્સનો વિજય થયો હતો. આ વાર્ષિક ટુર્નામેન્ટમાં ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ-ઇન્ચાર્જ નિશીથ ગોળવાલાએ આપેલી માહિતી મુજબ ટુર્નામેન્ટના બેસ્ટ પ્લેયર્સ માટેના અવૉર્ડ્સમાં જિતેશ પટેલ (૩ મૅચમાં ૯ વિકેટ)ને બેસ્ટ બોલરનો, વેદાંશ પટેલ (૪ મૅચમાં ૧૨૫ રન)ને બેસ્ટ બૅટરનો અને સમીર શાહ (૧૦ વિકેટ અને ૧૦૦ રન)ને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.