નેધરલૅન્ડ સામેની ત્રણ મૅચની T20 સિરીઝમાં નિર્ણાયક મૅચ હારીને ઓમાને ૨-૧થી સિરીઝ ગુમાવી છે, પણ ટીમના લેફ્ટ આર્મ સ્પિન બોલર શકીલ અહમદે એક રસપ્રદ રેકૉર્ડ ત્રીજી મૅચમાં તોડ્યો છે.
શકીલ અહમદ
નેધરલૅન્ડ સામેની ત્રણ મૅચની T20 સિરીઝમાં નિર્ણાયક મૅચ હારીને ઓમાને ૨-૧થી સિરીઝ ગુમાવી છે, પણ ટીમના લેફ્ટ આર્મ સ્પિન બોલર શકીલ અહમદે એક રસપ્રદ રેકૉર્ડ ત્રીજી મૅચમાં તોડ્યો છે. ૪૮ રનના સ્કોર પર ૮ વિકેટ ગુમાવી ચૂકેલી પોતાની ટીમને બચાવવા આ ૩૬ વર્ષના પ્લેયરે ૩૩ બૉલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૫ રન બનાવ્યા હતા. ૧૪૮ રનના ટાર્ગેટને ચેઝ કરતાં તે રનઆઉટ થયો અને ટીમે ૨૯ રને હારનો સામનો કરવો પડ્યો છે. T20 ઇન્ટરનૅશનલમાં ૧૦મા ક્રમની બૅટિંગ પોઝિશન પર રમાયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ઇનિંગ છે. આ પહેલાં આ રેકૉર્ડ વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર અકિલ હોસીનના નામે હતો જેણે વર્ષ ૨૦૨૨માં ઇંગ્લૅન્ડ સામે ૪૪ રનની અણનમ ઇનિંગ રમી હતી.